ગાંધીનગરગુજરાત

ખોટા વાયદા બંધ કરો, ઘરનું ઘર ક્યારે આપશો : કોંગ્રેસી નેતા

7_1486060645ગાંધીનગર:

ખોટા વાયદા બંધ કરો, હવે એ કહો કે ‘ઘર નું ઘર ક્યારે આપશો?, મહિલાઓને પોતાના ઘરના ઘરનું સ્વપ્નું ચકનાચૂર થતાં પ્રજા ભાજપને આગામી વિધાનસભામાં ઘરભેગી કરી દેશે તેમ કોંગ્રસના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે ભાજપને કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ચૂંટણી ટાણે 50 લાખ મકાન આપવાની છેતરામણી જાહેરાત કરનાર ભાજપ સરકારે ચાર વર્ષમાં 10 ટકા લક્ષ્યાંક પણ પૂરો કર્યો નથી. જેમાં કેન્દ્ર સરકારના 90 ટકા રૂપિયા પડી રહ્યા છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની “ઘરના ઘર યોજનાની લોકચાહના ડઘાઈ ગયેલી ભાજપ સરકારે રાતો રાત 50 લાખ પરિવારોને આવાસ બનાવી આપવાની જાહેરાત કરી હતી.
ભાજપે મોટી ગુલબાંગો પોકારી
જેનો સીધો મતલબ થાય કે, છેલ્લા 2 દશકાથી શાસન કરતી ભાજપ સરકારે ગુજરાતમાં 6 કરોડની કુલ વસ્તીએ 50 લાખ પરિવારો ઘર વિહોણા છે. જે ગત ચૂંટણીમાં સ્વીકાર્યું હતું અને ગુજરાત રાજ્યમાં કોંગ્રેસ પક્ષની ઘરના ઘરની યોજના સામે 50 લાખ મકાનો આપવાની જાહેરાત કરી સત્તા મેળવનાર ભારતીય જનતા પાર્ટીની સરકારે ચાર વર્ષ થવા છતાં માત્ર 10 ટકા જ લક્ષ્યાંક પૂરો કર્યો નથી. તેથી ગરીબ અને સામાન્ય વર્ગના મોટા ભાગના લોકોના સપના ચકનાચૂર થઈ ગયા છે. વધુમાં કહ્યું કે ભાજપ દ્વારા મોટી ગુલબાંગો પોકારી રાજ્યના દરેક શહેરી વિસ્તારોમાં ઝૂંપડપટ્ટી નાબુદ કરી માળખાગત અા સુવિધાઓ સાથે આવાસો પૂરા પાડવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. મૂળ ભારત સરકારની આ યોજનાને પોતાના નામે બનાવી સરકારે રાજ્યને સ્લમ ફ્રી કરવાની પોકળ જાહેરાતો કરી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x