LoC: પાક તરફથી નિયંત્રણરેખા પર ફાયરિંગ, ભારતની જવાબી કાર્યવાહીમાં 5 સૈનિક ઠાર
પાકિસ્તાન તરફથી નિયંત્રણરેખા પર જોરદાર ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. ગુરુવારે બપોરે શરૂ થયેલો સિલસિલો શુક્રવાર સવાર સુધી ચાલુ રહ્યો હતો. ભારતીય સેનાએ પાકિસ્તાનની આ હરકતનો જડબાતોડ જવાબ આપ્યો હતો. જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનના પાંચ સૈનિક ઠાર મરાયા હતા અને ત્રણ સૈનિક ઘાયલ પણ થયા છે. ભારતીય સેનાનાં સૂત્રોના હવાલાથી આ માહિતી આપી છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પાકિસ્તાન તરફથી ગુરુવારે બપોર પછી શરૂ થયેલું ફાયરિંગ શુક્રવારે સવારે પણ ચાલુ હતું. આ દરમિયાન મોટી સંખ્યામાં હથિયારો અને મોર્ટારનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભારતીય સેનાએ પણ જવાબી કાર્યવાહી કરી, જેમાં પાકિસ્તાનના 5 સૈનિક ઠાર મરાયા હતા. એલઓસીના અમુક ભાગમાં પાકિસ્તાની સેના સતત ઉશ્કેરણીજનક કાર્યવાહી કરી રહી છે. ગુરુવાર રાતે ફાયરિંગનું કેન્દ્ર જમ્મુ-કાશ્મીરનું પૂંછ સેક્ટર હતું.