એનીવર્સરી પર વિરાટે પત્ની સાથેનો ફોટો શેર કરી લખી મોટી વાત
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા આજે એનીવર્સરી ઉજવી રહ્યા છે 11 ડિસેમ્બર 2020ના રોજ વિરાટ અનુષ્કાએ લગ્ન કર્યા હતા. વિરાટે આ પ્રસંગે એક ખૂબ જ સુંદર જૂનો ફોટો પોસ્ટ કર્યો. આ તસવીરમાં અનુષ્કા ખુબજ ખુલીને હસતી જોવા મળી રહી છે. વિરાટે 11 ડિસેમ્બર 2017 ના રોજ બોલીવુડ અભિનેત્રી અનુષ્કા સાથે લગ્ન કર્યા હતા. ઇટલીમાં શાહી લગ્નમાં ખૂબ નજીકના મિત્રો અને થોડા સંબંધીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. હવે આ સમય આ બંને માટે વધુ ખાસ છે કારણ કે આવતા વર્ષે જાન્યુઆરીમાં અનુષ્કા તેના પહેલા બાળકને જન્મ આપવા જઇ રહી છે.
ફોટો શેર કરતી વખતે વિરાટે લખ્યું કે, ત્રણ વર્ષ અને આજીવન એકસાથે રહેવાની સફર. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી હાલમાં ઓસ્ટ્રેલિયા છે અને 17 ડિસેમ્બરથી શરૂ થનારી પ્રથમ ટેસ્ટ બાદ તે ઘરે પરત ફરશે. તે પછી તે પેટરનિટી લીવ પર રહેશે. 27 ઓગસ્ટ 2020ના રોજ વિરાટે ઈન્સ્ટાગ્રામ દ્વારા ચાહકો સાથે ખુશી શેર કરી કે તે અને અનુષ્કા માતા-પિતા બનવા જઇ રહ્યા છે.
આ ખુશખબર શેર કરતા વિરાટે અનુષ્કા સાથે પોતાનો એક ફોટો શેર કર્યો છે. જ્યારે વિરાટ આ ફોટોમાં હસતો હોય છે ત્યારે અનુષ્કા પણ સુંદર સ્મિત સાથે બેબી બમ્પ ફ્લોટ કરતી જોવા મળી રહી છે. કેપ્શનમાં કોહલીએ લખ્યું છે, અને હવે અમે ત્રણેય, જાન્યુઆરી 2021માં પહોંચ્યા છીએ. આ સમાચાર આવતાની સાથે જ દંપતીને ચારેતરફથી અભિનંદન મળ્યા હતા. આ પછી અનુષ્કાએ બેબી બમ્પને ફ્લોન્ટિંગ કરતા ઘણા ફોટા શેર કર્યા છે.