ગાંધીનગરને મળ્યો નવો પીકનીક પોઇન્ટ, એમ્યુઝમેન્ટ પાર્કનો પ્રારંભ
ગાંધીનગર પાસેના કુડાસણમાં રજાનાં દિવસોમાં શહેરવાસીઓ બાળકો સાથે દિવસભર વિવિધ રમતોની મજા માણી શકાય તથા સાત્વિક ભોજન લઇ શકે તેવા ફન એન્ડ ફીએસ્ટા એમ્યુઝમેન્ટ પાર્કનો 5મી ફેબ્રુઆરીથી પ્રારંભ થઇ રહ્યો છે. પાર્કનાં ડીરેક્ટર સંદિપ શાહે જણાવ્યું હતું કે આઉટ ડોર તથા ઇન્ડોર મળીને 45 જેટલી રમતોનો સમાવેશ પાર્કમાં કરાયો છે. જેમાં બાળકો માટે મિની ટ્રેન, પેઇન્ડ બોલ, મિની ગોલ્ફ, ક્રિકેટ, આર્ચરી, મિની સ્વીમીંગ પુલ, બોટીંગ સહિતનો સમાવેશ છે. જયારે ગાંધીનગરમાં સૌ પ્રથમ વખત ડોકટર ફિશ સ્પા લાવ્યા છે.