ગાંધીનગરગુજરાત

માવઠા સામે રૂપાણી સરકારે કરી ખેડૂતોને વળતરની જાહેરાત

રાજ્યમાં ત્રણ દિવસ થયેલા વાતાવરણના પલટની સૌથી મોટી અસર ગુજરાતના ખેડૂતો પર પડી છે. કમોસમી વરસાદે તેમની કામણી છીનવી લીધી છે. ગુજરાતભરમાં ખેતરનો ઉભો પાક પલળી ગયો છે, જેથી ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. આવામાં રાજ્ય સરકારે ખેડૂતો માટે વળતરની જાહેરાત કરી છે. ભરૂચમાં યોજાયેલ એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નુકસાની અંગે નિવેદન આપતા કહ્યું કે, રાજ્યમાં કમોસમી વરસાદથી નુકસાનીનો સરવે કરાશે. રાજ્યમાં 3 દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં સરવે કરીને ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે. ગુજરાતમાં આજે વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરનો ત્રીજો દિવસ છે. ત્રણ દિવસના વાતાવરણમાં પલટાની આગાહી વચ્ચે આજે સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં રાજ્યના ૨૮ તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો છે.

જેમાં નવસારીના વાંસદામાં સૌથી વધુ 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. તો ડાંગના વઘઈમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો નોંધાયો છે. તો બીજી તરફ, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 142 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. વામાનના પલટાની સીધી અસર ખેડૂતો પર પડી છે. ખેતરોમાં ઉભો પાક અને યાર્ડમાં પડેલો માલ પલળતાં ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું છે. આવામાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને માવઠાથી ભોગવવી પડતી પાક નુકસાનીના મામલે સહાય આપવામાં આવે તેવી ગુજરાતભરના ખેડૂતો દ્વારા માંગ ઉઠી હતી. તો બીજી તરફ, વિપક્ષ દ્વારા પણ ખેડૂતોને સહાયની જાહેરાત કરવામાં આવે તેવુ કહેવાયુ હતું. વાતાવરણમાં આવેલા મોટા ફેરફારથી ધઉં, કપાસ, જીરુ, ઘાણા, ફળ તથા શાકભાજીના પાકને મોટું નુકસાન થયું છે.

જેથી ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. જામનગરના ગ્રામ્ય પંથકમાં પણ ગઈકાલે પડેલા કમોસમી વરસાદ અને માવઠાથી હાલ શિયાળાના સમયમાં મગફળી કપાસ જીરું અને અજમો સહિતના પાકમાં નુકસાન વેઠવાનો વારો ખેડૂતોનો આવ્યો છે. ત્યારે ખેડૂતોની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે અને જામનગરમાં ચાલુ વર્ષે પણ અતિ ભારે વરસાદથી ખેડૂતોએ પાક નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો. આવામાં હવે કમોસમી વરસાદ અને માવઠાથી શિયાળુ પાકમાં પણ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થઇ રહ્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x