ગાંધીનગરગુજરાત

ગાંધીનગરમાં ગરમી અને ઠંડી એમ બે સિઝનનો અનુભવ

ગાંધીનગર,

રાજ્યના પાટનગરમાં ચાર દિવસ અગાઉ લઘુત્તમ તાપમાન ૯ ડિગ્રીની આસપાસ પહોંચી જતાં ઠંડી પણ કાતિલ બની હતી. પરંતુ જે પ્રકારે શુક્રવારે અચાનક વાતાવરણમાં પલટો આવતાં તેની અસર દિવસ દરમિયાન જોવા મળી હતી. શનિવારે લઘુત્તમ તાપમાન ૧૫.૮ ડિગ્રીએ પહોંચી ગયું હતું જ્યારે મહત્તમ તાપમાન ઘટાડા સાથે ૩૧.૫ ડિગ્રીએ અટકયું હતું. જેના પગલે બે સીઝનનો અનુભવ નગરજનો કરી રહયા છે.

પાટનગરમાં છેલ્લા બે ત્રણ દિવસથી વાતાવરણમાં થયેલા પલ્ટાના પગલે હવામાન પણ બદલાયું છે. ત્યારે મહત્તમ અને લઘુત્તમ તાપમાનના પારામાં પણ વધઘટ નોંધાઈ રહી છે. શનિવારે મહત્તમ તાપમાનના પારામાં ઘટાડો નોંધાતાં ૩૧.પ ડિગ્રીએ આવીને અટક્યો હતો. ત્યારે લઘુત્તમ તાપમાન ૧પ.૮ ડિગ્રીએ પહોંચ્યું હતું.

જેના પગલે દિવસે ગરમી અને મોડી રાત્રે ઠંડીનો અહેસાસ કરતાં નગરજનોને ફેબુ્રઆરી માસના પ્રારંભના દિવસમાં જ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહયો છે. દિવસે મહતમ તાપમાનમાં થઈરહેલા વધારાના લીધે પંખાનો સહારો લેવો પડી રહયો છે તો બીજી તરફ રાત્રીના સમયે ઠંડીના લીધે ગરમ વસ્ત્રોમાં પણ અવરજવર કરવી પડી રહી છે.

હવામાનમાં થયેલાં ફેરબદલના પગલે તેમજ તાપમાનના પારામાં વધારો નોંધાતાં વસંત ઋતુમાં ગરમી પણ આકરી બની હોય તેમ દિવસે પણ નગરજનોને પંખાનો સહારો લેવો પડયો છે. તો બીજી તરફ જે પ્રકારે મોસમે મિઝાજ બદલ્યો છે તેના લીધે ઠંડીમાંથી પણ નગરજનોને રાહત મળી છે.

હજુ આગામી દિવસોમાં તાપમાનના પારામાં વધઘટ નોંધાવાની આગાહી પણ હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. ત્યારે શનિવારે દિવસે ગરમી અને રાત્રીના સમયે ઠંડી એમ બન્ને મોસમનો અનુભવ નગરજનોએ કરવો પડયો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x