ગુજરાત

હર્ષદ રીબડીયાના પ્રયાસથી ભેસાણ-જૂનાગઢનો રસ્તો ૪૧ કરોડના ખર્ચે મંજૂર

ગાંધીનગર :
છેલ્લા ઘણા સમયની રજૂઆત કરતા સૌના લોકલાડિલા વિસાવદર ભેંસાણ ના ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા દ્વારા રૂબર ગાંધીનગર જઈને અવાર નવાર પ્રથમ રજુઆત ૨૫/૦૨/૨૦૨૦, બીજી રજુઆત ૧૩/૧૦/૨૦૨૦, ત્રીજી રજુઆત ૧/૧૨/૨૦૨૦, ચોથી રજુઆત ૨૨/૧૨/૨૦૨૦ આમ અનેક વખત રજૂઆતો કરી હતી. અંતે સરકાર દ્વારા ધારાસભ્ય શ્રી ની માંગણીને ધ્યાનમાં રાખીને ભેસાણ થી જુનાગઢ જોડતો મુખ્ય રસ્તો આજે ૪૧.૧૧ એકતાલીસ કરોડ અગિયાર લાખ ખર્ચ ૧૦ મીટર પહોળો તૈયાર કરવા માટે મંજૂરી આપી દીધી છે. રજુઆતને સફળતા અપાવવા બદલ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયાનો ભેસાણ તાલુકા ના લોકોએ આભાર વ્યક્ત કર્યો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x