ન્યુ ગ્રેટ ગેમ’ના કેન્દ્રમાં જમ્મુ-કાશ્મીર છે: રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં યોજાયું વિશેષ વ્યાખ્યાન
સ્કૂલ ઓફ ઇન્ટરનલ સિક્યોરિટી એન્ડ પોલીસ એડમિનિસ્ટ્રેશન (એસ.આઈ.એસ.પી.એ.), રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દ્વારા જમ્મુ અને કાશ્મીરની આંતરિક સુરક્ષા પરિસ્થિતિના ભાવિ માર્ગ પર લેફ્ટનન્ટ જનરલ સૈયદ અતા હસ્નાન, પી.વી.એસ.એમ., યુ.વાય.એસ.એમ., એ.વી.એસ.એમ., એસ.એમ., વી.એસ.એમ. (નિવૃત્ત) દ્વારા વિશેષ વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. એમના વ્યાખ્યાનની શરૂઆતમાં, લેફ્ટનન્ટ જનરલ હસ્નાઇને આ ક્ષેત્રની વિસ્તૃત ભૌગોલિક અને ઐતિહાસિક ઝાંખી પૂરી પાડી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે કેવી રીતે જમ્મુ-કાશ્મીર ક્ષેત્ર વિશાળ વૈશ્વિક ભૌતિક રાજકીય સંદર્ભમાં પ્રાધાન્ય ધરાવે છે અને જણાવ્યું કે આ ક્ષેત્ર ‘ન્યૂ ગ્રેટ ગેમ’ ના કેન્દ્રમાં છે.
જમ્મુ-કાશ્મીર ક્ષેત્રમાં આંતરિક સુરક્ષાના સંજોગોની ભાવિ પ્રગતિઓ પર ભાર મૂકતાં લેફ્ટનન્ટ જનરલ હસ્નાઇને જણાવ્યું હતું કે આ ‘હાઈબ્રીડ યુદ્ધ’નો યુગ છે. ચીન સામેના હાલના વલણનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે સરહદ પરની અથડામણો એ ‘હાઈબ્રીડ યુદ્ધ’ વ્યૂહરચનાનો એક ભાગ છે જેમાં આર્થિક, સાયબર અને માનસિક યુદ્ધના તત્વો પણ શામેલ છે. પાકિસ્તાનની ‘વુન્ડ બાય અ થાઉસન્ડ કટ્સ’ વ્યૂહરચના પર પ્રકાશ પાડતા લેફ્ટન્ટ જનરલ હસ્નાઇને પાકિસ્તાન દ્વારા તૈનાત કરાયેલા ભાગલાવાદીઓ-મની-મીડિયા-ડ્રગ્સ-ઇન્ફોર્મેશન-ઇન્ટેલિજન્સ નેટવર્કનો સંદર્ભ આપ્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું કે, પાકિસ્તાની ‘ડીપ સ્ટેટ’ને જમ્મુ-કાશ્મીર ક્ષેત્રમાં સર્જિકલ સ્ટ્રાઈક અને અનુચ્છેદ 370 રદ કરવા જેવા ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલને કારણે આંચકો લાગ્યો છે. પ્રદેશના મીડિયા કવરેજના સંદર્ભમાં, લેફ્ટનન્ટ જનરલ હસ્નાઇને જણાવ્યું હતું કે રાષ્ટ્રીય મીડિયાએ આ ક્ષેત્રને આવરી લેતી વખતે ‘શિક્ષિત દ્રષ્ટિકોણ’ અપનાવવાની જરૂર છે. તેમણે જમ્મુ-કાશ્મીર માટે સુસંગત વ્યૂહાત્મક સંદેશાવ્યવહારની વ્યૂહરચનાની જરૂરિયાત પર વધુ ભાર મૂક્યો જેને રચનાત્મક રીતે ચલાવવાની જરૂર છે.
વિશેષ વ્યાખ્યાન સમગ્ર દેશમાં સી.એ.પી.એફ., રાજ્ય પોલીસ, શિક્ષકો, પ્રોફેશનલ્સ, ન્યાયતંત્ર, પી.એચ.ડી. વિદ્વાનો અને વિદ્યાર્થીઓ સહિતના 70 સહભાગીઓએ જોયું હતું. વિશેષ વ્યાખ્યાનના કન્વીનર ડો.અક્ષત મહેતા, યુનિવર્સિટીના ડીન અને ડિરેક્ટર, એસ.આઈ.એસ.પી.એ. અને સહ કન્વીનર શ્રી અભિષેક અવધ, આસિસ્ટન્ટ પ્રોફેસર પોલીસ એડમિનિસ્ટ્રેશન, એસ.આઈ.એસ.પી.એ. અને શ્રી ભવાની સિંહ રાઠોડ, એસ.આઈ.એસ.પી.એ.ના સહાયક પ્રોફેસર.