ગુજરાતરાષ્ટ્રીય

સીરમ ઈન્સ્ટિટ્યુટે જાહેર કરી ફેક્ટશીટ, કોવિશીલ્ડના ફાયદા અને તેની આડ અસરો અંગે માહિતી આપી

ભારતમાં 16 જાન્યુઆરીના રોજ કોરોના સંક્રમણ સામે લડવા માટે વેક્સિનેશન ડ્રાઈવની શુભ શરૂઆત થવા જઈ રહી છે. સરકારે આ માટે ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા દ્વારા તૈયાર કરવામાં આવેલી કોરોના કોવિશીલ્ડ અને ભારત બાયોટેક દ્વારા તૈયાર કરવામાં આવેલી સ્વદેશી વેક્સિન કોવેક્સિનની પસંદગી કરી છે. ભારત સરકારે પ્રથમ તબક્કામાં 1.1 કરોડ કોવિશીલ્ડનો ઓર્ડર પુણેની સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાને આપ્યો છે. આ અંગે ભારત માટે કોવિશીલ્ડ વેક્સિન તૈયાર કરી રહેલી સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા (SII)એ ફેક્ટશીટ પ્રસિદ્ધ કરી છે. આ ફેક્ટ શીટમાં તેણે વેક્સિનના ફાયદા અને સામાન્ય આડ અસરો અંગે માહિતી આપી છે, જેથી કોઈ પણ વ્યક્તિના મનમાં રહેલા પ્રશ્નના જવાબ આપી શકાય. આ ફેક્ટશીટમાં તમારા તમામ પ્રશ્નોના જવાબ છે….
કોવિડ-19 શુ છે?
કોવિડ-19 એક રોગ છે, જે Sars-Cov2 નામના કોરોના વાઈરસથી થાય છે. આ નવો કોરોના વાઈરસ છે, જે અગાઉ ક્યારેય જોવા મળ્યો ન હતો. તમે કોરોના વાઈરસથી પીડિત કોઈ વ્યક્તિના સંપર્કમાં આવો તેવા સંજોગોમાં તમે પણ સંક્રમિત થઈ શકો છે. મુખ્યત્વે તે શ્વસન પ્રણાલી સાથે આ રોગ સંકળાયેલો છે,જે અન્ય અંગોને પણ અસર કરી શકે છે. વાઈરસના સંપર્કમાં આવવાથી 2 થી 14 દિવસમાં જ સામાન્યથી ગંભીર લક્ષણો જોવા મળે છે.
તેમા તાવ અથવા કંપન, ઉધરસ, શ્વાસ લેવાની પ્રક્રિયા વધી જવી, થાક લાગવો, માંસપેશીઓ અને શરીરમાં દુખાવો થવો, માથુ દુખવું, સ્વાદ અને ગંધનો અહેસાસ ન થવો, ગળામાં ખારાશ, નાક બંધ કે વહેવા લાગે, ઉલટી-ઉબકા આવે વગેરે.
કોવિશીલ્ડ શુ છે?
તે કોરોના વાઈરસને એટકાવવા માટે તૈયાર કરવામાં આવેલી વેક્સિન છે, જેને ભારતમાં ડ્રગ રેગ્યુલેટરે 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને લગાવવા મર્યાદિત મંજૂરી આપી છે.
કોવિશીલ્ડની વેક્સિન લગાવતા પહેલા ડોક્ટરને શુ જણાવવું જરૂરી છે?
કોવિશીલ્ડ વેક્સિન લગાવતા પહેલા તમારે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. તમારે ડોક્ટરોને આ પ્રશ્નોના જવાબ આપવા પડશે- 1. શુ તમે કોઈ દવા, ફૂડ, કોઈ વેક્સિન અથવા કોવીશીલ્ડ વેક્સિનમાં સામેલ કોઈ કમ્પોનેન્ટની એલર્જી ધરાવો છો? 2. શુ તમને તાવ છે? 3. શુ તમને લોહીને લગતી કોઈ ડિસઓર્ડર છે અથવા લોહી પાતળુ કરવાની લઈ રહ્યા છો? 4. શુ તમે એવી કોઈ દવા લઈ રહ્યા છો જે તમારી ઈમ્યુન સિસ્ટમને અસર કરે છે? 5. શુ તમે ગર્ભવતી છો? 6. શુ તમે સ્તનપાન કરાવતી માતા છો? 7. શુ તમે આ અગાઉ કોઈ વેક્સિન લગાવી છે?
કયા લોકોએ કોવિશીલ્ડ વેક્સિન લગાવવી જોઈએ નહીં?
બે પરિસ્થિતિમાં તમારે કોવિશીલ્ડ વેક્સિન લેવી જોઈએ નહીં
1. જો તમારે આ વેક્સિનનો પ્રથમ ડોઝથી કોઈ એલર્જીક રિએક્શન થયુ છે
2. જો તમારે આ વેક્સિનમાં ઉપયોગમાં લેવામાં આવતી કોઈ સામગ્રીથી કોઈ ગંભીર એલર્જી થઈ છે.
કોવિશીલ્ડ વેક્સિનમાં કઈ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે? એવુ બની શકે છે કે આ પૈકી કોઈ સામગ્રીથી કોઈ પ્રકારની એલર્જી અગાઉ હોય. માટે આ અંગે જાણકારી મેળવવી જરૂરી છે. આ વેક્સિનમાં સામેલ છે-એલ હિસ્ટિડિન, એલ-હિસ્ટિડિન હાઈડ્રોક્લોરાઈડ મોનોહાઈડ્રેડ, મેગ્નેશિયમ ક્લોરાઈડ હેક્ઝાહાઈડ્રેટ, પોલિસોર્બેટ 80, ઈથેનોલ, સુક્રોઝ, સોડિયમ ક્લોરાઈડ, ડાઈસોડિયમ એડિટેટ ડાઈહાઈડ્રેડ (EDTA), ઈન્જેક્શન માટે પાણી.
કોવિશીલ્ડ વેક્સિન કેવી રીતે આપવામાં આવે છે?
કોવિશીલ્ડ વેક્સિન ફક્ત માંસપેશી ઈન્જેક્શન (ઈન્ટ્રામસ્કુલર) સ્વરૂપમાં આપવામાં આવશે. ડેલ્ટાઈડ નામની માંસપેશીમાં. આ વેક્સિનના કોર્સમાં 0.5 મિલીના બે ડોઝ છે.
પહેલો ડોઝ લગાવ્યા બાદ બીજો ડોઝ ક્યારે લેવો યોગ્ય રહેશે?
જો તમે પહેલો ડોઝ લઈ ચુક્યા છો તો બીજા ડોઝમાં 4થી 6 સપ્તાહનું અંતર રાખવું જોઈએ. પણ વિદેશમાં થયેલા અભ્યાસના આંકડા દર્શાવે છે કે ડોઝમાં 12 સપ્તાહનું અંતર રાખી શકો છો.
જો તમે બીજો ડોઝ લેવાનું ભૂલી જાવ તો શુ થશે?
જો તમે સમયસર બીજો ડોઝ લઈ શકતા ન હોય અને ભૂલી જાવ તો તમે ડોક્ટરની સલાહ લો. જરૂરી છે કે તમે બીજો ડોઝ લો.

શુ કોવિશીલ્ડ વેક્સિનનો ઉપયોગ અગાઉ કોઈની ઉપર કરવામાં આવ્યો છે?
હા, કોવિશીલ્ડનો માનવી પર ઉપયોગ મોટાપાયે ટ્રાયલ પર કરવામાં આવ્યો છે. વિદેશ અને ભારતમાં થયેલા ટ્રાયલ્સમાં અનેક વોલન્ટીયર્સને કોવીશીલ્ડના એક અથવા બે ડોઝ આપવામાં આવ્યા છે.
કોવિશીલ્ડ લગાવવાથી શુ થશે?
ક્લીનીકલ ટ્રાયલ્સમાં સામે આવ્યુ છે કે 4થી 12 સપ્તાહના અંતરથી બે ડોઝ લેવાના સંજોગોમાં કોરોનાથી બચી શકાય છે. તેનાથી સુરક્ષા કેટલા દિવસ સુધી મળસે તે અંગે અત્યારે કોઈ જાણકારી નથી. કોવિશીલ્ડના બીજા ડોઝના 4 સપ્તાહ બાદ તમારા શરીરમાં કોરોના સામે એન્ટીબોડી બની શકે છે.
કોવિશીલ્ડ વેક્સિનને લગતા કોઈ જોખમ છે?
કોવિશીલ્ડ વેક્સિનની કેટલીક આડ અસરો અત્યાર સુધીમાં રિપોર્ટ થઈ છે, તે આ પ્રમાણે છે-
1. સામાન્ય આડ અસર (10 પૈકી 1 વ્યક્તિમાં જોવા મળી)
• ઈન્જેક્શન જ્યાં લાગતુ હતું ત્યાં દુખાવો, ગરમાહટ, સોજો અથવા ઈજા, લાલાસ
• તબિયત ઠીક ન લાગવી
• થાકનો અહેસાસ (કમજોરી)
• કંપકંપી અથવા તાવનો અહેસાસ
• માથુ દુખવું
• સાંધામાં દુખાવો અથવા માંસપેશીઓમાં દુખાવો
• ઈન્જેક્શન લગાવવાની જગ્યાએ ગાંઠ થવી
• તાવ
• ફ્લૂ જેવા લક્ષણ- ભારે તાવ, ગળામાં ખારાશ, નાકમાંથી લિક્વિડ વહેવું, ઉધરસ અથવા કંપારી છૂટવી
આ લક્ષણ અસામાન્ય છે (100 પૈકી 1 વ્યક્તિને થાય છે)
• ચક્કસ આવવા
• ભૂખ ઓછી લાગવી
• પેટમાં દુખાવો થવો
• ફૂલાયેલા લિમ્ફ નોડ્સ
• વધારે પડતો પરસેવો છૂટવો, ત્વચામાં ખંજવાળ કે બળતરા
• ગંભર અને અસાધારણ અસર પણ થઈ સકે છે. કોવીશીલ્ડ વેક્સિનના ક્લિનિકલ ટ્રાયલ હજુ પણ થઈ રહ્યા છે.
શુ કોઈ ગંભીર લક્ષણ દેખાય તો શુ કરશો?
જો તમને ગંભીર એલર્જી છે તો નજીકની હોસ્પિટલનો સંપર્ક કરવો. ડોક્ટર સાથે વાત કરો. સીરમ ઈન્સ્ટિટ્યુટે 24X7 કોલ સેન્ટર બનાવ્યુ છે. જ્યાં સાઈડ ઈફેક્ટ્સ અંગે વાત કરી શકો છો-1800 1200124
જો હું કોવિશીલ્ડ વેક્સિન નહીં લઉં તો શુ થશે?
તે તમારી ઈચ્છા પર આધાર રાખે છે કે તમે કોવિશીલ્ડ વેક્સિન લગાવવા ન ઈચ્છો કે નહીં. આ અંગે તમે ડોક્ટરની સલાહ લઈ શકો છો.
શુ કોવિશીલ્ડથી કોરોના ઈન્ફેક્શન થઈ શકે છે?
નહીં. કોવિશીલ્ડમાં કોરોના વાઈરસ રહેલો નથી. તેને લીધે કોરોના ઈન્ફેક્શન થઈ શકતુ નથી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x