ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય અને મનપા વિસ્તારને કોવિશિલ્ડ વેક્સિનનો જથ્થો ફાળવી દેવાયો, શનિવારે 1200 લોકોને કોવિશિલ્ડ વેક્સિન અપાશે.
ગાંધીનગર :
ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય અને મનપા વિસ્તારને કોવિશિલ્ડ વેક્સિનનો જથ્થો ફાળવી દેવાયો છે. ત્યારે પ્રથમ તબક્કે આગામી 16મીને શનિવારે દરેક બૂથ ઉપર 100 લાભાર્થીને વેક્સિન અપાશે. જિલ્લાના કુલ 12 બુથ હોવાથી કુલ 1200 આરોગ્ય કર્મચારીઓ વેક્સિનેશન માટે 15મીને શુક્રવારે મોબાઇલ ઉપર મેસેજથી જાણ કરવામાં આવશે. ઉત્તરાયણ પર્વ બાદ જિલ્લાના મનપા અને ગ્રામ્ય વિસ્તારના કુલ 12 બુથો ઉપર કોરોનાની ે કોવિશિલ્ડ વેક્સિન આરોગ્યના કર્મચારીઓને આપવામાં આવશે કોરોનાની મહામારીને નાથવા માટે કેન્દ્ર સરકારના પ્રયાસોથી જાન્યુઆરીમા જ દેશના વિવિધ રાજ્યોમાં ે કોવિશિલ્ડ વેક્સિન પહોંચાડવાનું આયોજન સફળતાપૂર્વક આગળ ધપી રહ્યુ છે તેમાં ગાંધીનગર જિલ્લાની જનતાને પણ આગામી દિવસોમાં લાભ મળી રહેશે.
કોવિશિલ્ડ વેક્સિન આપવા અંગેના આયોજનમાં ગાંધીનગર ઝોનકક્ષાના ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર ખાતે ગત મંગળવારે વેક્સિનનો સ્ટોક આવી ગયા બાદ ગાંધીનગર જિલ્લાના મનપાને 4500 અને ગ્રામ્યને 14500 વેક્સિનના ડોઝનો જથ્થો આપી દેવામાં આવ્યો છે. કોરોનાની વેક્સિન કોવિસિલ્ડનને મનપાના અર્બન હેલ્થ સેન્ટર, સેક્ટર-2 અને ગ્રામ્યના જિલ્લા પંચાયતના રિજ્યોનલ સ્ટોરમાં જથ્થાને રાખવામા આવ્યો છે.
જિલ્લાના 12 સેન્ટરોના આઇએલઆર ફ્રિજમાં વેક્સિનનો સ્ટોક તારીખ 15મીને શુક્રવારે રાખવામાં આવશે. જિલ્લાના દરેક સેન્ટરોમાં તારીખ 16મીને શનિવારે 100 આરોગ્ય કર્મચારીઓને વેક્સિન આપવાનો રાજ્યના આરોગ્ય વિભાગે આદેશ કર્યો છે. જોકે કોરોનાની વેક્સિન લેનાર લાભાર્થીઓને કેટલા કલાકે અને કયા સેન્ટર ઉપર વેક્સિન લેવાની છે તેની જાણ 15મીને શુક્રવારે મોબાઇલ ઉપર મેસેજથી કરાશે. ઉલ્લેખનીય છે કે પ્રથમ તબક્કામાં મનપાના 2230 અને ગ્રામ્યના 9 સેન્ટરોના કુલ 586 આરોગ્ય કર્મચારીઓને વેક્સિન અાપવામા આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા કોવિશિલ્ડ વેક્સિનને લઈને જે આયોજન કરવામા આવ્યુ છે તેને પગલે ગાંધીનગર જિલ્લામાં પણ આ કામગીરી અસરકારક બની રહે અને તેમાં તબક્કાવાર વિવિધ લોકોને તેનો લાભ મળી રહે તે રીતે શનિવારથી કામગીરી હાથ ધરવામા આવશે. હાલ આ અંગે આરોગ્ય વિભાગ દ્વારા તૈયારી ચાલે છે.
કોવિશિલ્ડ વેક્સિનને ફ્રીજમાં +2થી +8 ડિગ્રી તાપમાનમાં રાખી ફ્રીજમાંથી વેક્સિન કાઢ્યાને 4 કલાકમાં આપવાની રહેશે. વેક્સિનનો ડોઝ ભર્યા બાદ તરત આપી અન્ય સૂચનાઓ અપાઈ છે.
મનપા અને ગ્રામ્યના દરેક સેન્ટર ઉપર 2000 જેટલા ડોઝની કેપેસિટી રહેશે
કોરોનાની કોવિશિલ્ડ વેક્સિન આપવાની કામગીરી 16મીથી પ્રારંભ થવાની છે ત્યારે જિલ્લાના મનપાના 3 અને ગ્રામ્યના 9 સેન્ટરોમાં આઇએલઆર ફ્રીજમાં કુલ 2000 ડોઝ રાખવાના ક્ષમતા હોવાનું આરોગ્ય તંત્રએ જણાવ્યું છે.આ ઉપરાંત કોવિશિલ્ડ વેક્સિનના નિષ્ણંતો તરફથી જે ગાઈડલાઈન આપવામા આવી છે તે મુજબ કામગીરી કરવાની રહેશે.
સિવિલમાં વધુ સેન્ટર શરૂ કરાશે
કોવિશિલ્ડ વેક્સિન આરોગ્યના કર્મચારીઓને આપવાની છે. આથી સિવિલમાંં 2100 કર્મચારીને સરળતાથી વેક્સિન આપી શકાય તે માટે અન્ય સેન્ટરો ઉભા કરાશે તેમ સૂત્રો તરફથી જણાવાયુ છે.