ગાંધીનગરગુજરાત

મારા અંગત સચિવની ઝડપી નિયુકિત કરો નહિ તો ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા કરીશ : પરેશ ધાનાણી

ગાંધીનગર :
રાજ્ય સરકારના વહીવટી પાંખના અંગત સચિવની નિમણૂક વિપક્ષી નેતાના કાર્યાલય માટે કરવા અંગે રાજ્ય સરકાર પક્ષપાતી વલણ અપનાવે છે તેવો આક્ષેપ કરતો પત્ર વિપક્ષી નેતા પરેશ ધાનાણી એ આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લખ્યો છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પત્ર લખીને આક્ષેપ કરે છે કે કોંગ્રેસના વિપક્ષી નેતાના અંગત સચિવ ની જગ્યા ઉપર એચ.જે.પારેખ કે જેઓ નિવૃત ડેપ્યુટી કંટ્રોલર છે અને ગત 31 જાન્યુઆરી 2020 ના રોજ તેઓ નિવૃત્ત થયા હતા જેમની નિમણૂક વિપક્ષ નેતાના અંગત સચિવ તરીકે કરવામાં આવી હોવા છતાં હજુ સુધી તે જગ્યાએ મંજૂર કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે છેલ્લા સાડા ચાર મહિના જેટલો સમય થઇ ગયો હોવા છતાંય વિપક્ષ નેતાના કાર્યાલય માટે અંગત સચિવની નિમણૂક ની ખાલી જગ્યા સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી નથી. એટલું જ નહીં આ માટેની કાર્યવાહી પણ કરવામાં નહીં આવતી હોવાનો આક્ષેપ વિપક્ષ નેતાએ આક્ષેપ કર્યો છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ને લખેલા પત્રમાં પરેશ ધાનાણી કે આક્રોશ સાથે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારના વિભાગો માં અને મંત્રીઓના અંગત સચિવ તરીકે તેમના માનીતા અધિકારીઓને નિમણૂંકની કાર્યવાહી એક સપ્તાહ કરતા ઓછા સમયમાં પૂરી કરી દેવામાં આવે છે એટલું જ નહીં આ નિમણૂકો માં 7 જુલાઇ 2016 ના પરિપત્ર નું ઉલ્લંઘન કરીને 62 વર્ષના બદલે 79 વર્ષ સુધી પહોંચેલા અધિકારીઓની નિમણુક પણ કરવામાં આવતી હોવાનો આક્ષેપ પરેશ ધાનાણીએ કર્યો છે આ તબક્કે પરેશ ધાનાણીએ નિવૃત્ત થયેલા સરકારના અલગ અલગ વિભાગમાં ફરજ બજાવતા ઉચ્ચ અધિકારીઓની વિગતો પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના ધ્યાને દોરી છે. જેમાં વર્ષ 2013માં વય નિવૃત થઈ ચૂકેલા સનદી અધિકારી અને 68 વર્ષના કૈલાસનાથન ના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ ઉપરાંત નિવૃત્ત અન્ય આઈએએસ અધિકારી બી.એન.નવલાવાલા, જે.બી.મોઢા, પરીમલ શાહ, અરવિંદ જોશી, મહેશ જોશી, ડી.એમ.પટેલ, સી.જે.ગોઠી, અશોક માણેક, એમ.કે.જાદવ, એસ.એસ.રાઠોડ અને વિજય બધેકા ના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આ તમામ આઈએએસ અને ઉચ્ચ અધિકારી કક્ષાના નિવૃત્ત થયેલા આ અધિકારીઓ સરકારમાં મુખ્યમંત્રીના સલાહકાર થી માંડીને મુખ્યમંત્રીના સંયુક્ત સચિવ, અગ્ર સચિવ, સચિવ તેમજ અલગ અલગ પ્રોજેક્ટ માં સેવાઓ આપી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારના 12 જેટલા ઉચ્ચ અધિકારીઓની વય 69 થી 79 સુધીની થવાનું ઉલ્લેખ કરે છે અને આ અંગે પરેશ ધાનાણીએ મુખ્યમંત્રીની અપીલ કરી છે કે રાજ્ય સરકારમાં મુખ્યમંત્રીના કાર્યાલય થી માંડીને અલગ અલગ જગ્યાઓ ઉપર વય નિવૃત્ત થયેલા ઉચ્ચ અધિકારીઓની નિમણૂંક જ ઝડપી કરવામાં આવતી હોય તો મારા કાર્ય માટે નિમણૂકની મંજૂરીમાં સરકાર કેમ વિલંબ કરે છે તેવો પ્રશ્ન કરે છે. વિપક્ષ નેતા માટે ખાલી પડેલી અંગત સચિવની નિમણૂકની કાર્યવાહી ઝડપી નહીં કરવામાં આવે તો આવનાર દિવસોમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવની ચેમ્બર બહાર ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા કરવાની ચીમકી પરેશ ધાનાણીએ ઉચ્ચારી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x