મહાત્મા મંદિરથી મોટેરાનું 22.83 કિમીનું અંતર 30 મિનિટમાં કપાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા અમદાવાદ મેટ્રો ફેઝ-2નું ભૂમિપૂજન કર્યું હતું. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટ ફેઝ-2ની લંબાઈ 28.25 કિ.મીની હશે, જેમાં મહાત્મા મંદિરથી મોટેરા સ્ટેડિયમથી સુધી 22.83 કિલોમીટર અને જીએનએલયુથી ગિફ્ટ સિટી સુધી 5.4 કિલોમીટરના 2 કોરિડોર હશે. ફેઝ -2નાં કામમાં રૂપિયા 5,384 કરોડનો ખર્ચ થશે. જેમાં ગાંધીનગરની હદમાં કુલ 22 મેટ્રો સ્ટેશન બનશે.
વડાપ્રધાને વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા મેટ્રો ફેઝ-2નું ભૂમિપૂજન કર્યું
અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટની કુલ લંબાઈ 40.03 કિ.મી. છે, જેમાંથી, 6.5 કિ.મી. લંબાઈની મેટ્રો ટ્રેનની સુવિધા માર્ચ 2019થી ચાલે છે અને બાકી રહેલા 33.5 કિ.મી.ની કામગીરી ઓગસ્ટ, 2022 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. સામાન્ય રીતે મેટ્રો ટ્રેન સવારે 5થી રાત્રે 12 સુધી ચાલતી હોય છે. તે પછી મેઈન્ટેનન્સ માટેનો સમય રહેતો હોય છે. મેટ્રો ફેઝ-2 પ્રોજેક્ટને કેન્દ્રિય કેબિનેટ દ્વારા ફેબ્રુઆરી-2019માં મંજૂરી અપાઈ હતી, જે બાદ જૂન-2019માં ગાંધીનગરમાં રોડ નં-5 પર મેટ્રો પ્રોજેક્ટને લઈને સોઈલ ટેસ્ટિંગની કામગીરી પણ કરવામાં આવી હતી.
નોંધનીય વાત એ છે કે, દરેક સ્ટેશન પર ટ્રેન 30 સેકન્ડ માટે ઊભી રહેશે. તેમજ 20 સ્ટેશન પર ઉભા રહેતા અંદાજે 10 મિનિટનો સમય અને મેક્સિમમ 80ની સ્પીડ ગણો તો પણ મોટેરાથી મહાત્મા મંદિર સુધીના 22.83 કિલોમીટર આવતા 15 મિનિટથી વધુ સમય લાગે તે નક્કી છે. મોટેરાથી મહાત્મા મંદિરના રૂટ પર રોજના 99 હજાર જેટલા લોકોની અવરજ રહેતી હોવાનો અંદાજ છે.મેટ્રો ટ્રેનની ડિઝાઈન પ્રમાણે તેની મેક્સિમમ સ્પીડ 90ની છે પરંતુ મેટ્રો 80 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડશે. તેની એવરેજ સ્પીડ 33 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. આ સાથે દરેક સ્ટેશન પર ટ્રેન 30 સેકન્ડ માટે ઊભી રહેશે. એટલે 20 સ્ટેશન પર ઉભા રહેતા અંદાજે 10 મિનિટનો સમય અને મેક્સિમમ 80ની સ્પીડ ગણો તો પણ મોટેરાથી મહાત્મા મંદિર સુધીના 22.83 કિલોમીટર આવતા 15 મિનિટથી વધુ સમય લાગે તે નક્કી છે. એટલે કહીં શકાય કે મોટેરાથી મહાત્મા મંદિર સુધી આવતા 30 મિનિટનો સમય લાગે તેમ છે.મેટ્રોના સમગ્ર પ્રોજેક્ટમાં ટ્રાફિક ફોરકાસ્ટને પણ ધ્યાને લેવાયું છે, જે હાલના સમયે મોટેરાથી મહાત્મા મંદિરના રૂટ પર રોજના 99 હજાર જેટલા લોકોની અવરજ રહેતી હોવાનો અંદાજ છે