ગાંધીનગર

ગાંધીનગર-અમદાવાદ વચ્ચે 20 ઇલેક્ટ્રિક બસ દોડશે

ગાંધીનગર અને અમદાવાદમાં પ્રદૂષણને ઘટાડવા માટે એપ્રિલ માસમાં ઇલેક્ટ્રિક બસો ફાળવાશે. જોકે પ્રથમ તબક્કે 1 બસની ટ્રાયલ કર્યા બાદ તેને ઓકે કર્યા પછી જ એસ ટી નિગમ દ્વારા ગાંધીનગર અમદાવાદ વચ્ચે 20 બસો દોડાવાશે. એસી, અવાજ નહીં કરે તેવી તેમજ ઓછા સીટીંગ વાળી અને પ્રદૂષણ મુક્ત બસ હોવાનું એસ ટી નિગમના આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે.

પ્રદૂષણને પગલે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સમગ્ર વિશ્વને સતાવી રહી છે. ત્યારે પ્રદૂષણને ઘટાડવા માટે રાજ્ય સરકાર દ્વારા ઇલેક્ટ્રિક્લ બસ દોડાવવાનું નક્કી કરાયું છે. જેના માટે રાજ્ય સરકાર દ્વારા નાણાંકીય વર્ષ,2021-22ના બજેટમાં તેની ખાસ જોગવાઇ કરીને જરૂરી નાણાં ફાળવવામાં આવશે. જોકે હાલમાં ઇલેક્ટ્રિક્લ બસની મંજૂરી સહિતની કામગીરી રાજ્ય સરકારમાં ચાલી રહી છે. ઉપરાંત કંઇ કંપનીની બસો મંગાવવી સહિતની કાર્યવાહી કરાઈ રહી છે.

જોકે ચાલુ માસના અંત સુધીમાં ઇલેક્ટ્રિક બસની ફાઇલને રાજ્ય સરકાર દ્વારા મંજૂરીની મહોર મારી દેવામાં આવશે તેમ એસ ટી નિગમના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું છે. ચાલુ માસના અંત સુધીમાં મંજૂરી મળ્યા બાદ ઇલેક્ટ્રિક બસ બનાવવા માટે કંપનીને 3 માસનો સમય અપાશે. આથી એપ્રિલ-2021 માસના છેલ્લા વીકમાં એક ઇલેક્ટ્રિકલ બસ મંગાવવામાં આવશે. બસનું ટેસ્ટિંગ સહિતની કામગીરી કર્યા બાદ જ બીજી બસો મંગાવાશે તેમ એસ.ટી.નિગમના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે.

બસમાં માત્ર 30 મુસાફરો બેસી શકશે : ટેસ્ટિંગ બાદ ભાડું નક્કી કરાશે
ઇલેક્ટ્રીક બસથી પ્રદૂષણ થશે નહી. ઉપરાંત સામાન્ય બસોમાં 55થી 60 મુસાફરોનું સીટીંગ હોય છે. જ્યારે ઇલેક્ટ્રીક બસમાં માત્ર 30 મુસાફરોનું સીટીંગ હશે. બસનું ભાડું તે નિગમ દ્વારા ટેસ્ટિંગ કર્યા બાદ નક્કી કરાશે.

વર્ષ, 2021-22ના અંત સુધીમાં તમામ બસો ઇલેક્ટ્રિક કરવામાં આવશે
એસ ટી નિગમ દ્વારા પ્રથમ તબક્કે એક બસ મંગાવ્યા બાદ તેના ટેસ્ટીંગમાં યોગ્ય પુરવાર થશે તો ત્યારબાદ બીજા તબક્કામાં 50 બસો મંગાવવામાં આવશે. ત્યારબાદ 6 માસ પછી બીજી બસો મંગાવવાશે. જ્યારે નાણાંકિય વર્ષ-2021-22ના અંત સુધીમાં તમામ બસો ઇલેક્ટ્રીક કરવામાં આવશે.

ડેપોમાં કુલ બસોની સંખ્યા 125 થશે
ડેપોમાં હાલમાં 105 બસો દોડી રહી છે. જેમાં ઇલેક્ટ્રીક બસો આવવાથી 20 વધતા કુલ બસોની સંખ્યા 125 થશે.

એસ ટી નિગમ દ્વારા પ્રથમ તબક્કે 50 ઇલેક્ટ્રિક બસો મંગાવવામાં આવશે
એસ ટી નિગમ દ્વારા પ્રથમ તબક્કે 50 ઇલેક્ટ્રીક બસો મંગાવાશે. જેમાંથી અમદાવાદ-વડોદરા અને ગાંધીનગર-અમદાવાદ વચ્ચે પોઇન્ટ સહિતના રૂટો ઉપર દોડવાશે. હાલમાં પોઇન્ટમાં 80 બસો દોડાવાશે. પોઇન્ટના રૂટ બાદ બસોને ગાંધીનગર અમદાવાદ વચ્ચેના અન્ય રૂટમાં પણ દોડે છે.

અમદાવાદના કૃષ્ણનગરમાં ચાર્જિંગ માટે ખાસ સ્ટેશન ઊભું કરાશે
પ્રદૂષણને નાથવા માટે એસ ટી નિગમ દ્વારા ઇલેક્ટ્રીક બસો દોડાવવામાં આવનાર છે. આથી અમદાવાદના કૃષ્ણનગરમાં ચાર્જિંગ માટે ખાસ સ્ટેશન ઊભું કરવામાં આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x