ગાંધીનગરગુજરાત

ભાજપ પ્રમુખ પાટીલનું પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડ જાહેર

ગાંધીનગર :
રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ભાજપની નવી 13 સભ્યોની પાર્લામેન્ટ્રી બોર્ડની નવી ટીમની જાહેરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સહિત મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીનો સમાવેશ કરવામાં આવ્યો. તે ઉપરાંત ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની આ નવી ટીમમાંથી બાદબાકી કરવામાં આવી. મંગુ પટેલ, ભરતસિંહ પરમાર, શંભુ પ્રસાદ ટુંડિયાને પડતા મુકવામાં આવ્યાં. બીજી તરફ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, આર. સી. ફળદુનો સમાવેશ કરવામાં આવ્યો.
આ પહેલા 7 જાન્યુઆરીએ પાટીલે જાહેર કરેલી નવી ટીમમાં પાંચ મહામંત્રી, સાત પ્રદેશ ઉપાધ્યક્ષ જ્યારે 8 પ્રદેશ મંત્રી તથા એક ખજાનચી અને એક સહ ખજાનચીની નિમણૂંક કરાઇ. સંગઠનમાં છ મહિલા નેતાઓને તક મળી. આ સંગઠન માળખામાં ભીખુભાઇ દલસાણીયા, ભાર્ગવ ભટ્ટ અને રજની પટેલને મહામંત્રી બનાવાયા છે. તો ઉપાધ્યક્ષ ગોરધન ઝડફીયા તથા મંત્રી પદે ઝવેરી ઠકરાર અને પંકજ ચૌધરીને મંત્રીપદે રાખવામાં આવ્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x