નેતાજી સુભાષચન્દ્ર બોઝની ૧૨૫મી જન્મજયંતી પુસ્તક પ્રદર્શન દ્વારા ઉજવવામાં આવી
ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ સંચાલિત મહાદેવ દેસાઈ ગ્રામસેવા સંકુલ સાદરાના મધ્યસ્થ ગ્રંથાલયમાં ભારતીય સ્વતંત્રતા સંગ્રામના ઓજસ્વી ક્રાંતિકારીઓમાંના એક, ‘જય હિન્દ’ રાષ્ટ્રીય સૂત્ર આપનાર, ‘આઝાદ હિન્દ’ ફોજની રચના કરનાર, ગાંધીજી દ્વારા જેમને “દેશભક્તોના દેશભક્ત” નું બિરુદ આપવામાં આવ્યું હતું, જેમના જન્મદિવસ ને પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે તેવા નેતાજી સુભાષચન્દ્ર બોઝની ૧૨૫મી જન્મજયંતિનિમિત્તેતેમના જીવન અને કવન પર લખાયેલા પુસ્તકોના સ્મૃતિ પ્રદર્શન દ્વારા ઉજવવામાં આવી. આ પ્રદર્શનમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાના પુસ્તકો ગોઠવાયા હતા જેનો લાભ સંકુલના સૌ સેવકમિત્રોએ લીધો હતો. પ્રદર્શનનું આયોજન સંકુલના સંયોજક શ્રી રમેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ મધ્યસ્થ ગ્રંથાલયના સેવકો જગદીશ પરીખ, મથુરભાઇ નિસરતા, દિશા દવે અને કિશન પંચાલ દ્વારા કરવામાં આવ્યું હતું.