જિલ્લા કલેક્ટર મેહુલ કે.દવેની અધ્યક્ષતામાં ગાંધીનગર જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો
જિલ્લા કલેક્ટરશ્રી મેહુલ કે.દવેની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. રાજ્ય સરકારના લોકાભિમૂખુ અભિગમને આધારિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોના પ્રશ્નોનું સમયસર અને અસરકારક નિરાકરણ લાવવાનો છે. આ જિલ્લા સ્વાગત કાર્યક્રમ દરમિયાન જિલ્લામાંથી નાગરિકોએ કરેલી વ્યક્તિગત તેમજ જાહેર હિતને લગતી ૧૨ ફરિયાદોની સંબંધિત વિભાગો તેમજ અરજદારોની રૂબરૂમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. અરજદારો બાંધકામ દબાણ, રસ્તાના રિપેરિંગ, જમીન માપણી જેવા પ્રશ્નોની રજુઆત કરી હતી. આ તમામ પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરાયું હતું. કલેક્ટરશ્રીએ જિલ્લાના અમલીકરણ અધિકારીઓને સૂચના આપી કે, નાગરિકોની ફરિયાદો પ્રત્યે સંવેદનશીલ અભિગમ રાખી, સરકારની માર્ગદર્શિકા મુજબ ઝડપી કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવે.તથા અરજદારોની સામે નહીં સાથે રહી તેમની સમસ્યાનો ઉકેલ કરવા જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં સંલગ્ન વિભાગના અધિકારીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.

