Uncategorized

ઓનલાઈન ક્લાસમાં ધ્યાન ન આપતા પિતાએ 10 વર્ષના દિકરાને જીવતો સળગાવ્યો.

હૈદરાબાદ :
હૈદરાબાદમાંથી એક હૃદય દ્રાવક ઘટના સામે આવી છે. 10 વર્ષના બાળકને તેના પિતાએ જ જીવતો સળગાવી દીધો. બાળકને અત્યંત ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. બાળકે બીડી લાવવામાં વિલંબ કરતા ગુસ્સે ભરાયેલા પિતાએ તેને ઢોર માર માર્યો અને બાદમાં તેને દીવાસળી ચાંપી આગ લગાડી દીધી. પોલિસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે આ ઘટના ગત રવિવાર રાતની છે કે જ્યારે બાળકના પિતા આર.બાલુએ બીડીનું બંડલ લાવવામાં બાળકે વિલંબ કરતા તેમ જ અભ્યાસમાં સારો દેખાવ નહીં કરતા સગા દિકરાને જ આગ ચાંપી હતી.
બાળકને સ્થાનિક ગાંધી હોસ્પિટલમાં સારવાર હેઠળ રખાયો છે. તે 80 ટકાથી વધારે દાઝી ગયો અને શરીરના અંગો ગંભીર રીતે નુકસાન પામ્યા છે. બાળકે મેજીસ્ટ્રેટ સમક્ષ આપેલા અંતિમ નિવેદનમાં આ હૃદય દ્રાવક ઘટનાની માહિતી સામે આવી હતી. બાળકે કહ્યું કે તેને પિતા બાલુ એ તેને આગ લગાડી હતી અને તે અગાઉ તેને ખૂબ જ માર પણ માર્યો હતો. પિતાએ પણ તેના ગુનાની કબૂલાત કરી લીધી અને જણાવ્યુ કે તેનો દિકરો લોકડાઉન સમયે ઓનલાઈન ક્લાસિસમાં અભ્યાસમાં ધ્યાન આપતો ન હતો અને ખૂબ જ તોફાની થઈ ગયો હતો. બાળકને ખૂબ જ માર માર્યા બાદ તેની પર ટર્પેનટાઈન ઓઈલ છાટ્યું અને માચિસથી આગ લગાડી દીધી હતી. આગથી સળગતા બાળકે પિડા સહન નહીં થતા બૂમો પાડી હતી. આથી હેબતાઈ ગયેલા પડોશીઓ ત્યાં દોડી આવ્યા અને બાળકને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા. પિતા સામે હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x