બ્રેકિંગ ન્યુઝ : ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર. જાણો મતદાનના તબક્કા સહિતની માહિતી
ગાંધીનગર :
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો આજે જાહેર થઇ ગઈ છે. રાજય ચૂંટણીપંચ દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ યોજીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી હતી.
જણાવી દઇએ કે, 21 ફેબ્રુઆરીએ પ્રથમ તબક્કાની ચૂંટણી છે. પ્રથમ તબક્કામાં 6 કોર્પોરેશનની ચૂંટણી યોજાશે. વળી 28 ફેબ્રુઆરીનાં રોજ બીજા તબક્કાની ચૂંટણીની જાહેરાત કરી છે. જેમાં 28 નગરપાલિકાઓ, ૩૧ જિલ્લા પંચાયત તેમજ 231 તાલુકા પંચાયતની ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરી છે. મહાનગરપાલિકા ની મતગણતરી 23 ફેબ્રુઆરી તેમજ નગરપાલિકાઓ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની મતગણતરી ૨જી માર્ચના રોજ કરવામાં આવશે. રાજ્યમાં આજથી જ આચારસંહિતા લાગુ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુદ્દે CM રૂપાણીએ ગત મહિનાનાં અંતમાં નિવેદન આપ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે, ભાજપ ચૂંટણી માટે તૈયાર છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુદ્દે મેટર કોર્ટ ચાલુ છે. ચૂંટણીપંચ નક્કી કરશે ક્યારે ચૂંટણી યોજાશે. કોરોનાકાળ વચ્ચે પંચાયતો-મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજવા રાજ્ય ચૂંટણી પંચે તૈયારીઓ શરૂ કરી દીધી છે. વિધાનસભાની પેટાચૂંટણીઓ વખતે જે રીતે ચૂંટણીઓનું આયોજન કરાયુ હતું તે પ્રકારે પંચાયતો-મહાનગરપાલિકાની ચૂંટણીઓ વખતે આયોજન કરવામાં આવી રહ્યું છે.