Uncategorized

બ્રિટને 17 જુલાઈ સુધી લોકડાઉન વધાર્યું, પાકિસ્તાનમાં રશિયાની સ્પુતનિક V વેક્સિનને મંજૂરી

પાંચ દિવસ પછી બ્રિટનને કોરોનાથી થોડી રાહત મળી છે. દેશમાં 19 જાન્યુઆરીથી સતત એક હજારથી વધુ મોત થઈ રહ્યાં હતાં. રવિવારે આ સંખ્યા 610 રહી હતી. દરેક દિવસે 30 હજારથી વધુ દર્દીઓ નવા મળી રહ્યા છે. એને જોતાં સરકારે દેશમાં લોકડાઉન 17 જુલાઈ સુધી વધારી દીધું છે. બીજી તરફ, પાકિસ્તાને રશિયાની સ્પુતનિક V વેક્સિનને ઈમર્જન્સી યુઝ માટે મંજૂરી આપી છે.

બ્રિટનમાં બહારથી આવનારાઓ માટે નવા નિયમ
બ્રિટનમાં વધુ જોખમવાળા દેશોમાંથી આવનારા મુસાફરોને 10 દિવસ સુધી ક્વોરન્ટીન કરવામાં આવશે. આજે આ મુદ્દે કેબિનેટની બેઠક થશે. આ પહેલાં ઓસ્ટ્રેલિયાએ પણ આ પ્રકારના નિયમ બનાવ્યા છે. નવા વેરિયન્ટના વધતા જોખમની વચ્ચે અહીં અત્યારસુધીમાં 36,47,563 કેસ મળ્યા છે.

દેશમાં રવિવારે 30,004 દર્દીમાં વાઈરસની પુષ્ટિ થઈ છે. અહીં સાઉથ આફ્રિકા વેરિયન્ટના 77 અને બ્રાઝિલ વેરિયન્ટના 9 કેસ મળ્યા છે. હેલ્થ મિનિસ્ટર મેટ હેન્કોકે જણાવ્યું હતું કે શરૂઆતના સબક ઈશારા કરી રહ્યા છે કે લોકડાઉનના કારણે નવા કેસ ઘટી રહ્યા છે.

પાકિસ્તાનમાં ત્રીજી વેક્સિનનું એપ્રૂવલ
સ્પુતનિક V પાકિસ્તાનમાં એપ્રૂવલ મેળવનારી ત્રીજી વેક્સિન છે. એક લોકલ ફાર્મા કંપનીને તેના ઈમ્પોર્ટ અને ડિસ્ટ્રિબ્યુશન માટે કહેવામાં આવ્યું છે. ગત સપ્તાહમાં પાકિસ્તાનમાં ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા અને ચીનની કંપની સિનોફાર્માની વેક્સિનને એપ્રૂવલ મળ્યું હતું. પાકિસ્તાનમાં અત્યારસુધીમાં 5,34,041 કેસ પ્રકાશમાં આવ્યા છે, એમાંથી 11,318નાં મોત થયાં છે.

થોડા દિવસો પહેલાં યુરોપિયન દેશ હંગરીએ સ્પુતનિક Vને મંજૂરી આપી હતી. આમ કરનાર તે યુરોપનો પ્રથમ દેશ છે. એના થોડા દિવસ પછી યુએઈ પણ આ વેક્સિનને એપ્રૂવ કરી દીધી. પાકિસ્તાન પહેલાં 12 દેશે એને એપ્રૂવલ આપી ચૂક્યા છે.

અપડેટ્સ

  • મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્દ્રેસ મેન્યુઅલ લોપેજ ઓબ્રેડોર કોરોના પોઝિટિવ આવ્યા છે. એમાં એનાં સાધારણ લક્ષણો દેખાઈ રહ્યાં છે.

કોરોના પ્રભાવિત ટોપ-10 દેશની સ્થિતિ

દેશ સંક્રમિત મૃત્યુ સાજા થયા
અમેરિકા 25,702,125 429,490 15,409,639
ભારત 10,668,356 153,503 10,328,738
બ્રાઝિલ 8,844,600 217,081 7,653,770
રશિયા 3,719,400 69,462 3,131,760
UK 3,647,463 97,939 1,631,400
ફ્રાન્સ 3,053,617 73,049 216,965
સ્પેન 2,603,472 55,441 માહિતી નથી
ઈટલી 2,466,813 85,461 1,882,074
તુર્કી 2,429,605 25,073 2,307,721
જર્મની 2,147,740 52,777 1,807,500

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x