રાષ્ટ્રીય

55 વર્ષના ઈતિહાસમાં ચીફ ગેસ્ટ વગર રાષ્ટ્રપતિએ તિરંગો લહેરાવ્યો, પરેડ શરૂ; PMએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી

દેશ 72મો રિપબ્લિક ડે મનાવી રહ્યો છે. રાજપથ પર રિપબ્લિક ડેની પરેડ પણ શરૂ થઈ ચૂકી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજપથ પર હાજર છે.કોરોનાને કારણે આ વખતે પરેડ બદલાયેલી લાગશે. 55 વર્ષમાં પ્રથમ વખત એવું થશે કે જ્યારે રિપબ્લિક ડે પરેડમાં કોઈ ચીફ ગેસ્ટ સામેલ નહિ હોય. આ પહેલાં ભારતમાં 1952, 1953 અને 1996માં પણ ગણતંત્ર દિવસની પરેડમાં કોઈ ચીફ ગેસ્ટ સામેલ થયા ન હતા.

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી છે.
  • રાજપથ માટે રવાના થયા રાષ્ટ્રપતિ કોવિંદ.
  • આ વખતે પરેડનું નેતૃત્વ લેફ્ટિનન્ટ જનરલ વિજય કુમાર મિશ્રા કરી રહ્યાં છે. તેઓ જ પરેડ કમાન્ડર છે.

વડાપ્રધાન મોદીએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી
ગણતંત્ર દિવસની સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ વોર મેમોરિયલ પહોંચીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે. આ દરમિયાન તેમની સાથે રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ત્રણે સેનાઓના પ્રમુખો પણ હાજર રહ્યાં હતાં. દરેક વખતે ગણતંત્ર દિવસે શહીદોને આ રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.

જામનગરની સ્પેશિયલ પાધડીમાં મોદી
વડાપ્રધાન મોદી ઈન્ડિયા ગેટના નેશનલ વોર મેમોરિયલ પહોંચ્યા છે. તેમણે સેરેમોનિયલ બુક પર હસ્તાક્ષર કર્યા. આ દરમિયાન તેમણે ગુજરાતના જામનગરની રોયલ ફેમિલી દ્વારા ગીફટમાં આપેલી પાધડી પહેરી હતી.

આજે રાજપથ પર શું-શું ફેરફાર જોવા મળશે ?

  • પરેડમાં સામેલ થનારાં ટેબ્લોની સંખ્યા 70થી ઘટાડીને 32 કરવામાં આવી છે. એમાં ટેબ્લો રાજ્ય અને કેન્દ્ર શાસિત રાજ્યોનાં હશે. 9 ટેબ્લો અલગ-અલગ મંત્રાલયોનાં હશે. 6 ટેબ્લો સુરક્ષાબળોનાં હશે.
  • પરેડમાં સામેલ તમામ લોકો ફેસ માસ્ક પહેરશે. એન્ટ્રી ગેટ પર પણ તમામનું થર્મલ સ્ક્રીનિંગ થશે અને તમામના હેન્ડ સેનિટાઈઝ કરાવવામાં આવશે.
  • પરેડમાં માર્ચ પાસ્ટ કરનારા સૈન્ય કન્ટિજન્ટમાં 144ની જગ્યાએ 96 લોકો જ હશે.
  • સવા લાખ લોકોની જગ્યાએ આ વખતે માત્ર 25 હજાર લોકો જ રાજપથ પર પરેડ જોશે.
  • 15 વર્ષથી નાનાં બાળકો અને વૃદ્ધોને રાજપથ પર આવવાની પરવાનગી નથી.
  • પહેલાં પરેડ 8.2 કિમી લાંબી થતી હતી. વિજય ચોકથી લાલ કિલ્લા સુધી જતી હતી. આ વખતે 3.3 કિમી લાંબી હશે. વિજય ચોકથી નેશનલ સ્ટેડિયમ સુધી જશે.
  • બિહારના દરભંગા જિલ્લામાં રહેનારી ભાવના કાંત ગણતંત્ર દિવસની પરેડમાં સામેલ થનારી પ્રથમ મહિલા ફાયર પાઇલટ હશે.
  • પ્રથમ વખત રાફેલ જોવા મળશે, એ વર્ટિકલ ચાર્લી ફોર્મેશનમાં ઉડાન ભરશે.
  • વીરતા પુરસ્કારોની પરેડ અને બહાદુરી પુરસ્કાર પ્રાપ્ત કરનારાં બાળકો પણ 72મા ગણતંત્ર દિવસે સમારંભમાં નહિ હોય.
  • સ્કૂલ અને કોલેજના 100 તેજસ્વી વિદ્યાર્થીઓને બોક્સમાંથી ગણતંત્ર દિવસની પરેડ જોવાની તક મળશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x