ગાંધીનગર

પેથાપુર માટે ગટર વ્યવસ્થા સહિત 50 કરોડના ખર્ચની યોજનાઓ તૈયાર કરાઇ છે: મેયર

ગાંધીનગર:
ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા વાવોલમાં આયોજિત પ્રજાસત્તાક દિનની ઉજવણીના પ્રસંગે મેયરશ્રીએ કરેલા ઉદબોધન દરમિયાન હવે મહાનગર પાલિકામાં ભળેલા પેથાપુર વિસ્તારમાં માળખાકીય સુવિધાના રૂપિયા 50 કરોડના ખર્ચના વિવિધ કામોની જાહેરાત કરવામાં આવી હતી. સાથે જ મેયરશ્રી રીટાબેન પટેલે જણાવ્યું કે ગત ૧૫મી ઓગષ્ટના રોજ જાહેર કર્યા મુજબ પેથાપુર ચાર રસ્તા ઉપર રાજપૂત યુવા પરિષદ અને મહાનગરપાલિકાના સહયોગથી સમગ્ર ભારત વંશના મહા-યોધ્ધા મહારાણા પ્રતાપની પ્રતિમા મુકવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે ટૂંક સમયમાં પૂર્ણ થશે, આમ થવાથી પેથાપુરનાં પ્રવેશદ્વારની આગવી ઓળખ ઉભી થશે.
પેથાપુર માટે હાથ ધરાયેલી યોજનાઓ સંબંધમાં વધુમાં જણાવ્યું કે પેથાપુર, કોલવડા તેમજ રાંધેજા ખાતે નર્મદાનું પાણી પહોંચાડવાની રૂ. ૧૩.૫૦ કરોડની યોજના અને પેથાપુર ખાતે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની ક્ષમતા વધારી અને પેથાપુર તેમજ ટી.પી. વિસ્તારની ગટર વ્યવસ્થા કાર્યરત કરવાનું આયોજન રૂ. ૩૫.૦૦ કરોડના ખર્ચે હાથ ધરવામાં આવી રહ્યું છે. રૂ. ૩૮ લાખના ખર્ચે પેથાપુરમાં પેવર બ્લોક અને સી.સી. રોડ બનાવવાની કામગીરી પ્રગતિમાં છે. અહીંના સરકારી દવાખાનાનું નવીનીકરણ કરી સમગ્ર જનતાને ઉપયોગમાં આવે તેવું અદ્યતન દવાખાનું બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. જ્યારે હયાત સ્મશાનગૃહનું નવીનીકરણ કરાશે. પેથાપુર તેમજ તેના ટી.પી. વિસ્તારમાં નવીન બગીચાઓ બનાવી તેની સુંદરતામાં વધારો કરાશે.. પેથાપુર-રાંધેજા રસ્તાને સ્ટ્રીટ લાઈટ સાથે ચાર માર્ગીય કરવાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. રૂ. ૧૪.૬૩ કરોડના ખર્ચે નવા ૧૮ ગામો તથા પેથાપુર નગરપાલિકા વિસ્તારમાં માં નવા સી.સી. રોડતથા ડામર રોડના કામ કરાશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x