રાષ્ટ્રીય

મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર હવેથી ફાસ્ટેગ ફરજિયાત

મુંબઈ :
યશવંતરાવ ચવ્હાણ મુંબઈ-પુણે એક્સપ્રેસ વે તેમજ બાંદરા વરલી સી લિંક પર ૨૬મી જાન્યુઆરીથી ફાસ્ટેગ ફરજિયાત કરી દેવાયો છે. શરૃઆતમાં મર્યાદિત સમય માટે કેટલીક લેનમાં રોકડ રકમ અને ફાસ્ટેગ મારફતે પૈસા ભરી શકાશે પરંતુ ત્યારબાદ દરેક લેન પર ફાસ્ટેગ વાપરીને જ ટોલ ભરવો પડશે. કેંદ્રીય વાહનવ્યવહાર અને હાયવે મંત્રાલયે હાયવે પર ફાસ્ટેગ ફરજિયાત કરવાનું જાહેર કર્યું હતું તે મુજબ મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એમએસઆરડીસી) હેટળ આવતા મુંબઈ પુણે એક્સપ્રેસ વે તેમજ બાંદરા વરલી સી લિંક ફાસ્ટેગ યંત્રણાતી સજ્જ કરાયા હતા.
હવેથી આ બંને રૃટના ટોલનાકા પર પાસ્ટેગધારક વાહનચાલકોને પ્રાથમિકતા અપાશે. મર્યાદિત સમય માટે આ લેન હાયબ્રિડ રહેશે. આ રૃટ પર પાસ્ટેગ ન ધરાવતા વાહન ચાલકો રોકડ રકમમાં ટોલ ભરી શકશે પણ તેોએ ટોલનાકાના સ્ટેલ નજીકના સ્ટોલ પરથી ફાસ્ટેગ ખરીદીને તેમના વાહન પર લગાડવો પડશે તેવી માહિતી એમએસઆરડીસીના અધિકારીએ આપી હતી. ફાસ્ટેગ લેનમાં ફ્સ્ટેગ ન હોવા છતા પણ અતવા પ્લેકલિસ્ટમાં હોય તેવો ફાસ્ટેગ લગાડયો હસે તો તેમણે બમણો ટોલ ભરવો પડશે.
ઉલ્લેખનીય છે કે ફાસ્ટેગ વાપરવા લોકો પ્રેરાય તે માટે એમએસઆરડીસીએ ટોલની રકમ પૈકી પાંચ ટકા કેશબેક આપવાની યોજના બનાવી હતી તેને પણ વાહનચાલકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે તેમજ લોકો ફાસ્ટેગ લેવા પ્રેરાઈ રહ્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x