ગાંધીનગર

ગાંધીનગર કોર્પોરેશનની નવી બિલ્ડીંગનું કામ પુરજોશમાં હાથ ધરાયું, ટુંક સમયમાં જ લોકાર્પણ થશે

ગાંધીનગર :
રાજયના પાટનગર ગાંધીનગર કોર્પોરેશનની પોતાની નવી બિલ્ડીંગ સે-૧૭માં તૈયાર થવાના આરે છે ત્યારે તેનું કામ ઝડપી કરવા માટે આદેશ આપી દેવામાં આવ્યા છે. ટુંક સમયમાં જ આ નવા બિલ્ડીંગનું લોકાર્પણ કરવામાં આવનાર છે અને કોર્પોરેશનની નવા વર્ષના બજેટ મુદ્દે મળનારી સામાન્ય સભા આ નવા બિલ્ડીંગમાં યોજાય તેવું સત્તાધીશો ઈચ્છી રહયા છે. આ ટર્મની આ છેલ્લી સામાન્ય સભા હોવાનું પણ સુત્રો જણાવી રહયા છે.
રાજયના પાટનગર ગાંધીનગરમાં વર્ષ ર૦૧૧માં મહાનગરપાલીકા અસ્તિત્વમાં આવી ત્યારે તેના માટે માર્ગ અને મકાન વિભાગ હસ્તકના એમએસ બિલ્ડીંગની જગ્યા ફાળવવામાં આવી હતી. ત્યારે કોર્પોરેશનની બીજી ટર્મ શરૃ થયાની સાથે જ ભાજપના સત્તાધીશો અને અધિકારીઓએ કોર્પોરેશનનું પોતાનું નવું બિલ્ડીંગ બનાવવાનું નક્કી કર્યું હતું. જે માટે સે-૧૭માં ફાયર બ્રિગેડ સ્થિત જગ્યામાં બિલ્ડીંગ માટે ટેન્ડર પ્રક્રિયા કરીને કામગીરી શરૃ કરી દેવામાં આવી હતી. બહુમાળી આ નવા બિલ્ડીંગમાં અધિકારીઓ, કર્મચારીઓ અને સત્તાધીશો માટે અલાયદા રૃમોની વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ કોન્ફરન્સ હોલ, નાનામોટા અન્ય બેઠક રૃમ સહિત કંટ્રોલરૃમ અને જનસુવિધા કેન્દ્રની પણ વ્યવસથા ઉભી કરવામાં આવી છે. ફાયર બ્રિગેડ માટે અલગ બિલ્ડીંગ અને રહેણાંક માટે અલગ ઈમારત પણ બનાવાઈ છે. હાલ આ બિલ્ડીંગનું કામ તાકીદે પૂર્ણ કરવા માટે કોર્પોરેશનના અધિકારીઓએ કોન્ટ્રાકટરોને સુચના આપી દીધી છે. કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી યોજાય તે પહેલા નવા બિલ્ડીંગનો કબ્જો લઈ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ માટે હાલ કામમાં ઝડપી વધારી દેવાઈ છે અને ટુંક સમયમાં જ તેનું લોકાર્પણ કરવાનું પણ નક્કી થઈ રહયું છે. ત્યારે નવા વર્ષના બજેટ મુદ્દે મળનારી સામાન્ય સભા આ નવા બિલ્ડીંગમાં યોજાય તે માટે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. સામાન્ય ચૂંટણી બાદ ગાંધીનગરના નવા મેયર અને અન્ય સત્તાધીશો આ બિલ્ડીંગમાંથી જ ગાંધીનગરની બાગડોર સંભાળવાની રહેશે

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x