રાષ્ટ્રીય

વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં ભ્રષ્ટાચાર વધ્યો, વિશ્વના 180 દેશોમાં ભારત ૮૬ મા ક્રમે

નવી દિલ્હી :
ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા તાજેતરમાં પ્રસિદ્ધ કરાયેલા વિશ્વનાં ૧૮૦ દેશોનાં કરપ્શન પર્સેપ્શન ઇન્ડેક્સ (CPI ૨૦૨૦)માં અન્ય દેશોની સરખામણીમાં ભ્રષ્ટાચારના મામલે ભારત ૮૬મા ક્રમે છે. ભ્રષ્ટાચારના મામલે ભારત આ વર્ષે ૬ ક્રમ ગબડયું છે, ગયા વર્ષે તે ૮૦મા ક્રમે હતું. ૨૦૧૨માં તેનો ૭૬મો ક્રમ હતો. આમ ૨૦૧૨ પછી ભારતનો ક્રમ સતત ગબડી રહ્યો છે.
આ યાદીમાં આપણા પડોશી દેશો પાકિસ્તાન ૧૨૪મા ક્રમે અને બાંગ્લાદેશ ૧૪૬મા અને ચીન ૭૮મા ક્રમે છે. અમેરિકા ૨૫મા ક્રમે અને રશિયા ૧૨૯મા ક્રમે છે. આ વર્ષે કોરોના મહામારી વચ્ચે કયા દેશમાં કેટલો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે તે પર વધુ ભાર મૂકવામાં આવ્યો હતો. કોરોના મહામારી જ નહીં હેલ્થ અને ઇકોનોમિક ક્રાઇસિસ પણ મહત્ત્વનાં રહ્યા હતા. કરપ્શન ઔક્રાઇસિસે પણ માઝા મૂકી હતી.
વિશ્વનાં કોઈ દેશે ભ્રષ્ટાચાર ડામવા પગલાં ન લીધા
રૂબિયાએ જણાવ્યું હતું કે, ૨૦૨૦માં વિશ્વની કોઈ સરકારો દ્વારા ભ્રષ્ટાચાર નાબૂદ કરવા પગલાં લેવામાં આવ્યા ન હતા. ન્યૂઝીલેન્ડ અને ડેન્માર્ક બંને દેશો ૧૦૦માંથી ૮૮-૮૮ પોઇન્ટ સાથે ભ્રષ્ટાચાર આચરવામાં ટોચ પર હતા. ભારતને ૧૦૦માંથી ૪૦ પોઇન્ટ આપવામાં આવ્યા હતા. ચીનને ૧૦૦માંથી ૪૨, પાકિસ્તાનને ૩૧ અને બાંગ્લાદેશને ૨૬ પોઇન્ટ અપાયા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x