Uncategorized

શ્રી મનોરંજન મ્યુઝિકલ સ્ટુડિયો દ્વારા વિના મુલ્યે જાહેર કંઠ-પરીક્ષા કાર્યક્રમનું આયોજન

શ્રી મનોરંજન મ્યુઝિકલ સ્ટુડિયો આયોજીત “ગીત ગાતા ચલ” ‌ (ઉગતા કલાકારોને પ્રોત્સહીત કરતી કરાઓકે-ક્લબ) દ્વારા ગાંધીનગર-અમદાવાદ શહેરનાં તેમજ ગુજરાત-રાજ્યના અનુભવી/બિન-અનુભવી ને ગીત ગાવાના શોખીન એવા દરેક સંગીત રસીકોને કરાઓકે-ટ્રેકશો દ્વારા પોતાના આવાઝમાં ગીતો ની રજુઆત કરવા માટે એક સારૂ સ્ટેજ/પ્લેટફોર્મ પુરૂ પાડવા માટે વિના મુલ્યે જાહેર કંઠ-પરીક્ષા કાર્યક્રમનું આયોજન કરેલ છે.

આ સંગીત સ્પર્ધા તા.૩૧-૦૧-૨૦૨૧ (રવિવાર)ના રોજ બપોરે ૧૨.૩૯ કલાકે શ્રી મનોરંજન મ્યુઝિકલ સ્ટુડિયો, ૧૨૪-સનરાઈઝ આર્કેડ, મારુતિ-નેક્શા શો-રૂમ ની બાજુમાં, કુડાસણ, ગાંધીનગર ખાતે રાખવામાં આવેલ છે, આ જાહેર કંઠ-પરીક્ષા માં ભાગ લેવાં માટે વહેલાં તે પહેલાંનાં ધોરણે ફક્ત પ્રથમ ૨૧-(એકવીસ) પ્રવેશ-ફોર્મ સ્પર્ધાનાં દિવસે જ સ્ટુડિયો ખાતે રૂબરૂ આવીને ભરી શકાશે, જે માટે કોઈપણ પ્રકાર નો ચાર્જ ભરવાનો રહેશે નહી. તેમજ કોરોનાની વર્તમાન સ્થિતિ ને સંદર્ભે માસ્ક સહીત સરકાર નાં આદેશો નું પાલન કરવામાં આવશે. આ સંગીત સ્પર્ધામાં પ્રથમ ત્રણ વિજેતા સભ્યો ને પ્રોત્સહન રૂપે ઈનામ આપવામાં આવશે.

આ સંગીત સ્પર્ધા જોવા માટેનો પ્રવેશ નિ:શુલ્ક રહેશે, જેથી દરેક સંગીતપ્રેમીઓ એ આ કાર્યક્રમમાં પધારવા સંસ્થા દ્વારા હાર્દિક આમંત્રણ આપવામાં આવેલ છે. તેમજ વધુ માહિતી માટે મોબાઈલ નં. ૮૮૪૯૪ ૫૪૪૦૫ ઉપર સંપર્ક કરવા જણાવ્યું હતું

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x