રાષ્ટ્રીય

બજેટની બજાર પર પોઝિટિવ અસર, 12 દિવસમાં સેન્સેક્સ બીજી વખત 50 હજારને પાર

બજેટ પછી બજારમાં રેકોડ તેજી જોવા મળી રહી છે. સવારે 10.09 કલાકે સેન્સેક્સ 1444 અંક વધી 50,045 પર કારોબાર કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 420 અંક વધી 14,701 પર કારોબાર કરી રહ્યો છે. આ પહેલાં ઈન્ડેક્સ 21 જાન્યુઆરીએ 50,184ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. બજારની તેજીમાં ઓટો અને બેન્કિંગ શેર સૌથી આગળ છે. નિફ્ટી બેન્ક ઈન્ડેક્સમાં પણ 1509 અંકના વધારા સાથે 34,598.90 પર કારોબાર કરી રહ્યો છે.

સેન્સેક્સ પર લાર્સન, HDFC બેન્ક, HDFC, બજાજ ફાઈનાન્સ, SBI સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. લાર્સન 5.84 ટકા વધી 1534.15 પર કારોબાર કરી રહ્યો છે. HDFC બેન્ક 5.45 ટકા વધી 1557.75 પર કારોબાર કરી રહ્યો છે. જોકે HUL, રિલાયન્સ સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. HUL 0.31 ટકા ઘટી 2242.20 પર કારોબાર કરી રહ્યો છે. રિલાયન્સ 0.20 ટકા ઘટી 1891.55 પર કારોબાર કરી રહ્યો છે.​​​​

બજેટના દિવસે બજારમાં ઔતિહાસિતક તેજી
બજેટના દિવસે બજારમાં ઔતિહાસિક વધારો જોવા મળ્યો હતો. પોઝિટિવ વધારાના પગલે સેન્સેક્સ 5 ટકા વધી 48600.61 પર અને નિફ્ટી 4.74 ટકા વધી 14281.20 પર બંધ થયો હતો. તેમાં બેન્કિંગ શેરમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો હતો. ઈન્ડસઈન્ડ બેન્કનો શેર 14.71 ટકા, SBI 10 ટકા અને L&Tનો શેર 9 ટકા વધી બંધ થયો હતો. નિફ્ટી બેન્ક ઈન્ડેક્સ પણ 8.26 ટકા વધી બંધ થયો હતો. લિસ્ટેક કંપનીઓની માર્કેટ કેપ પણ 6.32 ટકા વધી હતી.

ઈન્ડિગો પેઇન્ટ્સનો શેર 75 ટકા પ્રીમિયમ પર લિસ્ટ, રોકાણકારોને પ્રત્યેક શેરે 1,117 રૂપિયાનો ફાયદો
બજેટને પગલે શેરબજારમાં પોઝિટિવ સેન્ટિમેન્ટ છે. 2021નું બીજું લિસ્ટિંગ શાનદાર રહ્યું. ઈન્ડિગો પેઇન્ટ્સનો શેર BSE પર 2607.50 રૂપિયા પર લિસ્ટ થયો છે. આ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જ(NSE) પર પણ શેર 75 ટકા પ્રીમિયમ પર 2607.50 રૂપિયાના ભાવ પર લિસ્ટ થયો છે. એની ઈશ્યુ પ્રાઈસ 1490 રૂપિયા હતી, એટલે કે રોકાણકારોને પ્રતિ શેર 1,117 રૂપિયાનો ફાયદો થયો.

વૈશ્વિક બજારમાં મજબૂત તેજી
ગ્લોબલ માર્કેટ પણ વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. કોરિયાનો કોસ્પી 2.23 ટકા વધી કારોબાર કરી રહ્યો છે. હોન્ગકોન્ગનો હેંગસેંગ ઈન્ડેક્સ, ઓસ્ટ્રેલિયાનો ઓલ ઓર્ડિનરીઝ ઈન્ડેક્સ અને જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 1-1 ટકાથી વધુ વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. આ જ રીતે ચીનના શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સમાં પણ 0.55 ટકાનો વધારો છે. આ પહેલાં અમેરિકા અને યુરોપિયન બજારોમાં તેજી જોવા મળી હતી. નેસ્ડેક ઈન્ડેક્સ 2.55 ટકા, S&P 500 ઈન્ડેક્સ 1.61 વધી બંધ થયો હતો. યુરોપિયન માર્કેટમાં ફ્રાન્સનો CAC ઈન્ડેક્સ અને જર્મનીનો DAX ઈન્ડેક્સમાં પણ 1-1 ટકા વધારો રહ્યો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x