ગુજરાત

જિલ્લાના પ્રાથમિક શિક્ષકોની હવે ઓનલાઈન આંતરિક બદલીઓ થશે

રાજ્યના શિક્ષણ વિભાગના આદેશને પગલે જિલ્લાના પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલીઓ કોમ્પ્યુટરાઇઝડ સિસ્ટમથી કરવામાં આવશે. જેના માટે શિક્ષકોએ તારીખ 6ઠ્ઠીથી 8મી, ફેબ્રુઆરી સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે. ત્યારબાદ તારીખ 20 અને 21મીના રોજ શિક્ષકોએ ઓનલાઇન ઓર્ડર મેળવવાનો રહેશે.

રાજ્યના શિક્ષણ વિભાગે બદલીઓના મામલે થતા અન્યાયના નિરાકરણ માટે ઓનલાઇન કોમ્પ્યુટરાઇઝડ બદલીની સિસ્ટમ શરૂ કરી છે. જે અંતર્ગત પ્રાથમિક શિક્ષણ નિયામકે જિલ્લાની આંતરીક બદલીઓ કોમ્પ્યુટરાઇઝ પદ્ધતિથી કરવાનો આદેશ કર્યો છે. જે અંતર્ગત પ્રાથમિક શિક્ષકો અને વિદ્યાસહાયકોએ 6થી 8 ફેબ્રુઆરી સુધીમાં ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે. જોકે ક્યાં જિલ્લામાં કઇ-કઇ શાળામાં જગ્યા ખાલી છે કે નહીં સહિતની વિગતો પ્રાથમિક શિક્ષણ નિયામકની વેબસાઇટ ઉપર મુકાઈ છે. અરજદાર શિક્ષક કે વિદ્યાસહાયકે જિલ્લો પસંદ કરી ખાલી જગ્યા જોવાની રહેશે. શિક્ષકો કે વિદ્યાસહાયકોએ ઓનલાઇન કરેલી અરજીથી તાલુકા દ્વારા વેરિફિકેશન કરીને જિલ્લાકક્ષાએ મજૂરી 9થી 12 ફેબ્રુઆરી સુધીમાં કરવાની રહેશે.

જિલ્લાકક્ષાએ અરજીઓની ચકાસણી બાદ એપ્રુવલ કે રીજેક્ટ તેમજ એપ્રુવલ અરજીઓને અપલોડની કામગીરી 13થી 16 ફેબ્રુઆરી સુધી કરવાની રહેશે.ત્યારબાદ ડેટા વેરીફિકેશન અને પ્રોસેસીંગની કામગીરી 17 થી 19 ફેબ્રુઆરી સુધી કરવાની રહેશે. ત્યારબાદ જે તે અરજદારોએ 20 અને 21મીએ ઓનલાઇન બદલીઓના હુકમ મેળવી લેવાના રહેશે.

બદલી થયેલા શિક્ષકોે હાલ છૂટા કરાશે નહીં
પ્રાથમિક શિક્ષકો અને વિદ્યાસહાયકોની જિલ્લાફેરની આંતરીક બદલીઓ કોમ્પ્યુટરાઇઝથી કરાશે. પરંતુ હાલમાં ચુંટણીની આદર્શ આચારસંહિતા ચાલતી હોવાથી હાલ છૂટા કરાશે નહીં. પરંતુ આચારસંહિતા પૂર્ણ થયા બાદ બદલી થયેલા શિક્ષકો અને વિદ્યાસહાયકોને છૂટા કરવામાં આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x