રાષ્ટ્રીય

સ્ક્રેપેજ પોલિસીના પગલે 80 લાખ જેટલા વાહનો રોડ પરથી થશે દૂર, આગામી સમયમાં ઓટો ક્ષેત્રમાં નીકળશે નવી માંગ

નવી દિલ્હી
નાણાંમંત્રી દ્વારા બજેટમાં જાહેર કરાયેલી વ્હીલક સ્ક્રેપેજ પોલિસીના પગલે આગામી સમયમાં રોડ પરથી અંદાજે ૮૦ લાખ જેટલા વાહનો દૂર થઈ જવાની શક્યતા છે.
સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચર્સન (સિયામ)ના જણાવ્યા મુજબ બજેટમાં આ પોલીસીની જાહેરાત બાદ ઓટો ક્ષેત્રમાં નવી માંગ નીકળવાના આશાવાદે ધમધમાટ વધ્યો છે. તેની સાથોસાથ આ ક્ષેત્ર થકી રોજગારીમાં પણ વધારો થશે.
ઓટો નિષ્ણાંતોના જણાવ્યા મુજબ સ્ક્રેપેજ પોલિસીના પગલે આગામી સમયમાં ગ્રીન ફ્યુઅલ ેટલે કે ખાસ કરીને ઈલેક્ટ્રિક વાહનોના વેચાણમાં વધારો થશે. માર્ગ પરિવહન મંત્રાલયના જણાવ્યા મુજબ આ પોલિસીના અમલના પગલે દેશમાં અંદાજે ૮૦ લાખથી પણ વધુ જૂના વાહનો રોડ પરથી દૂર થશે તેવી શક્યતા છે.
સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ આગામી ૧૫ દિવસમાં સ્ક્રેપેજ પોલિસીની રૂપરેખા જાહેર થશે. ઉપલબ્ધ ડેટા મુજબ દેશમાં ૧૭ લાખથી વધુ મધ્યમ અને ભારે વાહનો ૧૫ વર્ષથી વધુ જૂના છે.
આ ઉપરાંત ૫૧ લાખ જેટલા હળવા વાહનો ૨૦ વર્ષથી વધુ જુના છે. તો ૧૫ લાખ જેટલા હળવા વાહનો ૧૫ લાખથી વધુ જૂના છે. આવા જૂના વાહનો નવા વાહનોની તુલનાએ ૧૦ ટકા વધુ પ્રદુષણ ફેલાવે છે. આ પોલીસીના પગલે પ્રદુષણની સમસ્યા પણ હળવી થશે

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x