શેરબજારમાં તેજી : સેન્સેક્સે પહેલીવાર 51 હજારની સપાટી વટાવી
રિઝર્વ બેન્કની બેઠક પહેલાં શેરબજારમાં મજબૂત તેજી જોવા મળી છે. સેન્સેક્સે પહેલીવાર 51 હજારની સપાટી ક્રોસ કરી છે. આ સિવાય નિફ્ટીએ પણ 15 હજારની સપાટી ક્રોસ કરી છે. આજે સવારે સેન્સેક્સ 439 પોઈન્ટ વધીને 51,053 ની સપાટીએ પહોંચી ગયો હતો. ત્યારબાદ આ સપાટીથી નીચે આવીને 50,792 ની સપાટીએ બંધ રહ્યો છે.
બજારની તેજીમાં બેન્કિંગ શેર સૌથી આગળ જોવા મળ્યા છે. નિફ્ટી બેન્ક ઈન્ડેક્સ 2.11% ના વધારા સાથે વેપાર કરી રહ્યા છે. તેમાં SBIના શેર સૌથી વધુ 10% તેજી સાથે વેપાર કરી રહ્યા છે.
સેન્સેક્સે 21 જાન્યુઆરીએ જ 50 હજારની સપાટી ક્રોસ કરી હતી અને હવે માત્ર 15 દિવસ જેટલા ઓછા સમયમાં જ ફરી 1000 પોઈન્ટની તેજી જોવા મળતા રોકાણકારોમા ખુશીનો માહોલ પ્રવર્તી રહ્યો છે.