એસ.જી અંગ્રેજી પ્રાથમિક શાળામાં મોક પાર્લામેન્ટનું આયોજન થયું
ગાંધીનગર
એસ.જી.અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળામાં ધો – 5 થી 8 ના બાળકો માટે મોક પાર્લામેન્ટ નું આયોજન થયું . બાળકો સંસદના કાર્યથી વાકેફ થાય તે હેતુથી આ સંસંદ પ્રતિકૃતિ ની રચના કરી હતી.
આ કાર્યક્રમ અંતર્ગત બાળકોએ સંસંદના વિવિધ સભ્યો બનીને સંસંદની કાર્યવાહી કરી હતી. આ મોક પાર્લામેન્ટમાં બાળકોએ સમગ્ર દેશમાં એક અભ્યાસક્રમ,નારી સશક્તિકરણ,સ્કૂલનું શારીરિક સ્વાથ્ય તેમજ સ્વચ્છતા વગેરે વિષયો પર ચર્ચા કરી હતી.બાળકોએ આ કાર્યક્રમ માં બાળકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક સુહાસ ચૌધરીએ કર્યું હતું.તેમજ આ સમગ્ર કાર્યક્રમનું સ્કૂલની વેબસાઇટ દ્વારા જીવંત પ્રસારણ કર્યું હતું. આ કાર્યક્રમ શાળાના આચાર્ય મિલી મેડમના માર્ગદર્શન હેઠળ સફળ રહ્યો હતો.