ડાકોરમાં મહા પૂનમે મંદિરના સમયમાં કરાયો ફેરફાર, જાણો ક્યારે થશે દર્શન…
ડાકોર :
પૂનમના દિવસે ડાકોરના ઠાકરોના દર્શનનો ખાસ મહિમા જોવા મળે છે. જેના પગલે આગામી 27 તારીખે મહા પૂનમના દિવસે મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સવારે 5 કલાકે નીજ મંદિર ખુલશે. 5.15 કલાકે મંગળા આરતી થશે. ત્યારબાદ 5.20થી 8 વાગ્યા સુધી દર્શન માટે મંદિર ખુલ્લું રહેશે.
સવારે 8થી 8.30 સુધી ઠારોરજીને બાલભોગ, શણગારભોગ અને ગ્વાલભોગ ચઢાવવામાં આવશે. જ્યારે 8.30 કલાકે શણગાર આરતી થશ અને 8.30થી 11 વાગ્યા સુઘી મંદિરમાં દર્શન ખુલ્લા રહેશે. જ્યારે 11થી 11.30 સુધી રાજભોગ અને ત્યારબાદ 11.30 કલાકે રાજભોગ આરતી કરવામાં આવશે. પછી 11.35થી 1.30 કલાક સુધી પોઢી જશે. સાંજના 4 કલાકે નીજમંદિર ખુલશે. ત્યારબાદ સાંજના 4.15 કલાકે ઉત્થાપન આરતી થશે. 4.20 કલાકે દર્શન શયનભોગ, સખડીભોગના દર્શન કરાવવામાં આવશે. બાદમાં ઠાકોરજી પોઢી જશે.