યુક્રેનનો આ વેઇટ લિફ્ટર ઘોડા અને ઉંટને સરળતાથી ખભા પર ઉંચકીને ચાલે છે
મોસ્કો :
ઘોડા અને ઉંટ પર સવારી કરીને ફરી શકાય છે, આ પ્રાણીઓ ભાર ઉચકવા માટે પ્રાચીન સમયથી ઉપયોગી છે. નાની મોટી લડાઇઓ અને યુધ્ધોમાં પણ ઘોડા, ઉંટ અને હાથી જેવા પ્રાણીઓ પર સૈન્ય સવાર થતું હતું. દરિયાકાંઠે લોકો ફન માટે પણ રાઇડ લે છે પરંતુ યુક્રેનનો દિમિત્રી ખલાદજી નામનો આ માણસ ઘોડા અને ઉંટને ખભા પર ઉચકીને ચાલે છે તે સાહસિક અને ખડતલ હોવાથી આ ગજબનો શોખ ધરાવે છે. સામાન્ય રીતે ઘોડાનું વજન ૩૦૦ થી ૪૦૦ કિલોગ્રામ હોય છે. ઉંટનું શરીર ઉબડખાડ હોવાથી તેને ઉચકવા માટે સમતોલન જાળવવું અઘરું હોય છે.
ભારેખમ કાયા ધરાવતા પ્રાણીઓ ઉપાડી શકતો હોયતો તે એક સાથે ઘણા માણસોને ઉપાડી લે તેમાં તો કોઇ નવાઇ જ નથી.આ માણસ તેના ઇન્સ્ટાગ્રામ પર તેના વિવિધ કરતબ વાળા ફોટા પોસ્ટ કરે છે. તેની ગણતરી દુનિયાના શકિતશાળી માણસમાં થાય છે. આ પહેલા તે એક સર્કસમાં કામ કરતો હતો ત્યારે તેના કરતબ જોઇને લોકો દંગ રહી જતા હતા. તે હથોડીના સ્થાને હાથ વડે ખીલી મારતો હતો અને પકક્ડના સ્થાને દાંત વડે જ બહાર કાઢી નાખતો હતો. તે દાંતથી લોખડના સળિયાને પણ વાળી દેતો હતો. બૂલના મજબૂત માથામાં ખૂબજ તાકાત હોય છે તે બૂલ સાથે પણ બાથ ભીડે છે. આ વેઇટ લિફટર અનેક પ્રકારના રેકોર્ડ સર્જીને ગ્રીનિચ બુક ઓફ વર્લ્ડ રેકોડર્ઝમાં સ્થાન મેળવ્યું છે.