એસ.એસ.વી શાળામાં પ્રાયમરીના વિદ્યાર્થીઓને બાયોલોજી લેબની મુલાકાત લેવડાવાય
ગાંધીનગર :
કોરોના પછી ધોરણ -૬ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે શાળા ચાલુ થયે આશરે ૧૦ દિવસ થવા આવ્યા છે. શરૂઆતમાં શાળામાં આવતા વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી રહેતી હતી. સમય જતાં હવે શાળા વિદ્યાર્થીઓ આવીને અભ્યાસ કરવાનું પસંદ કરવા લાગ્યા છે. તેજ પ્રમાણે શિક્ષકોને પણ બાળકોને વિદ્યાર્થીઓની સામે રૂબરુ ભણાવવાનું સરળ રહે છે.
સામાન્ય રીતે વિદ્યાર્થીઓને ધોરણ ૧૦ પછી વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને જ લેબ માં લઈ જવામાં આવે છે. ગાંધીનગરમાં આવેલી એસ.એસ.વી શાળામાં પ્રાયમરીના વિદ્યાર્થીઓને વિજ્ઞાન વિષય માં રૂચિ વધે તે માટે વિજ્ઞાન ની અલગ અલગ પ્રયોગશાળામાં લઈ જઈ તેના વિષે માહિતગાર કરવામાં આવ્યા હતા