ગુજરાત

અમદાવાદ થયું 610 વર્ષનું, માણેક બુર્જની ધજા બદલાય, અનેક આપત્તિઓ વચ્ચે શહેર આજે પણ અડીખમ

અમદાવાદ શહેર આજે 610 વર્ષનું થઈ ગયું છે. પહેલા શહેરનું નામ અહમદાબાદ હતું પરંતુ સમયની સાથે તેનું નામ બદલી અમદાવાદ થઈ ગયું. મહત્વનું છે કોરોના મહામારી વચ્ચે પણ આજે અમદાવાદ અડીખમ ઉભું છે.ત્યારે શહેરના મધ્યમાં આવેલા રિવરફ્રન્ટ અને મોટેરામાં આવેલા વિશ્વનું સૌથી મોટું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદની શાન વધારી રહ્યું છે. તો 1411 બાદ વિકસી રહેલું અમદાવાદ આજે વેપારનું હબ બની ગયું છે. વિશ્વની મોટી કંપનીઓ સાથે ઔદ્યોગિક એકમો પણ અમદાવાદમાં વેપાર વધારી રહી છે. શહેરને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે.જેમાં ગાંધીજીએ સાબરમતી નદી કાંઠે સ્થાપેલો સાબરમતી આશ્રમ, દાંડી કૂચ જેવી ગાથાઓ પણ અમદાવાદ સાથે જોડાયેલી છે.

માણેક બુર્જની ધજા બદલવાની પરંપરા
આજે આપણા અમદાવાદનો 610મો જન્મ દિવસ છે. ત્યારે અનેક આફતોની વચ્ચે અડીખમ રહેનાર અમદાવાદના સ્થાપના દિવસની પરંપરાગત ઉજવણી કરવામાં આવી છે. ધૂળિયાનગરમાંથી ધબકતું બનેલું અમદાવાદ આજે સપનાની ઉડાનનું ફલક બન્યું છે. જેની 26 ફેબ્રુઆરી 1411માં અહમદશાહે માણેકબુર્જ પાસે સ્થાપના કરી હતી. જેથી દર વર્ષે અમદાવાદના સ્થાપના દિવસે માણેકબુર્જની ધજા બદલવાની પરંપરા છે. જેમના આશીર્વાદથી અહેમદશાહ બાદશાહનું અમદાવાદ બનાવવાનુ સપનુ સાકર થયું,

ભદ્રનો કિલ્લો અમદાવાદની આન, બાન અને શાન
સુલતાન અહેમદ શાહ બાદશાહે તૈયાર કરાવેલ ભદ્રનો કિલ્લો આજે પણ અમદાવાદની આન, બાન અને શાન બની રહ્યો છે. સુલતાને જ્યારે અમદાવાદ વસાવ્યું ત્યારે તેની નજર સામે અણહિ‌લપુર પાટણ હતું અને પાટણના કિલ્લાને પણ ભદ્ર કહેવાતો હતો, એટલે બાદશાહે બહારના આક્રમણો સામે પોતાની અને પરિવારની સલામતી માટે આ કિલ્લો બંધાવ્યો અને તેને પણ ભદ્ર નામ આપ્યું હતું તેવી માન્યતા છે. 1411ની સાલમાં બંધાયેલો કિલ્લો એક જમાનામાં નગર જેટલો આ કિલ્લામાં 12 દરવાજા, 189 બૂરજો હતાં. પછી 1583માં મરાઠા સામ્રાજ્યના પેશ્વા અને ગાયકવાડના શાસન દરમિયાન તેમાં ફેરફાર થતાં રહ્યા. હાલ ભદ્ર ફોર્ટની બહારનો વિસ્તાર વિકસિત કરવામાં આવી રહ્યો છે. પરંપરા નિભાવી હતી.

અખંડ જ્યોત
​​​​​​​
વર્ષો પહેલાં ધનની દેવી લક્ષ્મી ભદ્રના કિલ્લા આગળ શહેરને છોડી જવા માટે રાત્રે આવી હતૂ. ચોકીદાર ખ્વાજા સિદ્દિક કોટવાલે તેમને અટકાવ્યા અને ઓળખાણ આપવા કહ્યું. તેણે જ્યાં સુધી રાજા અહમદ શાહ પરવાનગી ન આપે ત્યાં સુધી ત્યાં રોકાવા કહ્યું. કોટવાલ રાજા પાસે ગયો અને લક્ષ્મીને શહેરમાં રાખવા માટે પોતાનો વધ કરવા જણાવ્યું, જેથી શહેરની સમૃદ્ધિ જળવાઇ રહે. ભદ્રના દરવાજા આગળ સિદ્દિક કોટવાલની કબર આવેલી છે, જો કે નગરદેવીને સમર્પિત ત્રણ દરવાજાના એક ગોખમાંનો દીવો 600 વર્ષ કરતાં પણ વધુ વર્ષોથી મુસ્લિમ પરિવાર દ્વારા પ્રજ્જવલિત છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x