માર્કેટ યાર્ડમાં ખેતપેદાશની કોઇએ ખરીદી ન કરતા ખેડૂત ગાડામાં માલ ભરી ડે.કલેકટર પાસે પહોંચ્યો
પાટડી :
એક તરફ સરકાર આધુનિક ખેતી અને ટેકનોલોજીન વાતો કરે છે ત્યારે પાટડીના સુરેલ ગામે રહેતા મનુભાઈ ખોડાભાઈ વાસાણી (ઠાકોર) પોતાના ખેતરમાં શણનું વાવેતર કર્યું હતું. જ્યારે શણનું ઉત્પાદન થતાં તેઓની ખુશી સમાતી નહોતી અને મણના રૂા.૯૦૦ થી વધારે ભાવ આવશે તેવી આશા સાથે વેચવા ગયા ત્યારે કોઈ જ વેપારી કે માર્કેટ યાર્ડમાં શણ લેતા ન હોવાનો જવાબ મળતાં તેઓ નાસીપાસ થઈ ગયા ગુજરાતના મોટાભાગના માર્કેટ યાર્ડો માં ફોન કરતાં શણની ખરીદી કરવાનો ઈન્કાર કર્યો હતો.
આ અંગે મળતી માહિતીમુજબ પાટડી તાલુકાના સુરેલના ખેડુતે દેવું કરીને ખેતી કરી હતી અને જ્યારે ઉત્પાદન થયું તો કોઈ લેવા વાળું ન હોય આજે તેઓ બળદગાડામાં શણના કોથળા ભરીને સુરેલથી પાટડી તાલુકા સેવા સદન ખાતે આવ્યા હતા અને ડે.કલેકટરને લેખીત રજુઆત કરી હતી. સરકાર જ્યારે ખેડુતોના હિતની વાતો કરે છે ત્યારે આજે હું શણ વેચવા આમતેમ ફરી રહ્યાં છે ત્યારે આ શણ લેવા કોઈ રાજી નથી તો આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું. તેઓ થાકી હારીને બળગાડા સહિત શણને સળગાવવાની તૈયારીઓ દર્શાવી હતી પરંતુ ઘણી સમજાવટ બાદ તેઓએ કરેલ ખેતી પર પસ્તાવો કરતા હતા અને તાલુકા સેવા સદન ખાતે બળદગામાં પોતાની ઉપજને લાવી અનોખો વિરોધ પ્રદર્શીત કર્યો હતો.