આંતરરાષ્ટ્રીયગુજરાતરાષ્ટ્રીય

નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧મા કુલ જીડીપીમાં 8% ઘટાડો થવાનો અંદાજ

નવી દિલ્હી :
સળંગ બે કવાર્ટર જીડીપી માઇનસમાં રહ્યાં પછી ચાલુ નાણાકીય વર્ષ ના ત્રીજા કવાર્ટર ઓક્ટોબરથી ડિસેમ્બરમાં જીડીપી ૦.૪ ટકા રહ્યો છે તેમ સરકાર દ્વારા આજે જારી કરાયેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે. કૃષિ, સર્વિસ અને કન્ટ્રકશન સેક્ટરના સારા દેખાવને પગલે ત્રીજા કવાર્ટરમાં જીડીપીમાં સુધારો જોવા મળ્યો છે. જો કે ત્રીજા કવાર્ટરમાં ટ્રેડ અને હોટેલ ઇન્ડસ્ટ્રીમાં ૭.૭ ટકાનો ઘટાડો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને પગલે આ સેક્ટર અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ(એનએસઓ) દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર ત્રીજા કર્વાટરમાં કૃષિ સેક્ટરમાં ૩.૯ ટકા, મેન્યુફેકચરિંગ સેક્ટરમાં ૧.૬ ટકાની વૃદ્ધિ જોવા મળી છે. કન્ટ્રકશન સેક્ટરમાં ૬.૨ ટકા જ્યારે વીજળી, ગેસ, પાણી પુરવઠા અને અન્ય યુટિલિટી સેવાઓમાં ૭.૩ ટકાની વૃદ્ધિ જોવા મળી છે.
એનએસઓના જણાવ્યા અનુસાર ઓક્ટોબર, ૨૦૨૦થી ડિસેમ્બર, ૨૦૨૦ સુધીના ત્રીજા કવાર્ટરમાં જીડીપી રૂપિયામાં ૩૬.૨૨ લાખ કરોડ રૂપિયા રહ્યું છે. જે ગયા વર્ષે સમાન ગાળામાં ૩૬.૦૮ લાખ કરોડ રૂપિયા હતું. એટલે કે ચાલુ વર્ષના ત્રીજા કવાર્ટરમાં જીડીપીમાં ૦.૪ ટકાની વૃદ્ધિ થઇ છે.
ઉલ્લેખનીય છે કે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના ત્રીજા કવાર્ટરમાં જીડીપી ૩.૩ ટકા રહ્યો હતો. એનએસઓ દ્વારાં જારી કરાયેલા સેકન્ડ એડવાન્સ અંદાજ મુજબ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના કુલ જીડીપીમાં આઠ ટકાનો ઘટાડો થશે. આ અગાઉ જાન્યુઆરીમાં જારી કરાયેલા પ્રથમ એડવાન્સ અંદાજમાં નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના કુલ જીડીપીમાં ૭.૭ ટકા ઘટાડો થવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં જીડીપી ચાર ટકા રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના પ્રથમ કવાર્ટરમાં જીડીપી માઇનસ ૨૪.૪ ટકા રહ્યો હતો. જ્યારે બીજા કવાર્ટરમાં જીડીપી માઇનસ ૭.૩ ટકા રહ્યો હતો. અને આજે કરાયેલા આંકડા મુજબ ત્રીજા કવાર્ટરમાં જીડીપી ૦.૪ ટકા રહ્યો છે.
એનએસઓના અંદાજ મુજબ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં માથાદીઠ આવક ૮૫,૯૨૯ રૂપિયા રહેવાનો અંદાજ છે. જે ગયા વર્ષની સરખામણીમાં ૯.૧ ટકા ઓછી છે. ગયા વર્ષે માથાદીઠ આવક ૯૪,૫૬૬ રૂપિયા હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x