કારેલાના બીજ, રૂટ્સ અને પાંદડાં પણ છે હેલ્થ માટે ફાયદાકારક
નવી દિલ્હી :
કારેલાનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ શું તમે જાણો છો? કરેલા અને તેનો જ્યુસ જ નહીં, પરંતુ કારેલાના બીજ, રૂટ્સ અને પાંદડાં પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જાણો, કારેલા, તેના બીજ, રૂટ્સ અને પાંદડાંના સ્વાસ્થ્ય લાભ માટે કઇ-કઇ રીતે ઉપયોગ કરી શકાય છે.
આ રીતે તેનો ઉપયોગ કરો :-
– પેટમાં કીટાણું થવા પર, બે-ત્રણ ગ્રામ કારેલાના બીજને દળીને, તેનું સેવન કરવાથી, કીટાણુથી છૂટકારો મળે છે. જો બીજ ન મળે તો તેના માટે તમે દસ થી બાર મિલીગ્રામ કારેલાના પાંદડાંના રસનું પણ સેવન કરી શકો છો.
– શરદી અને કફ થવા પર, તમે પાંચ ગ્રામ કારેલાના રૂટ્સને દળીને તેમાં મધ મિક્સ કરીને તેનું સેવન કરો. જો મધ મિક્સ કરવા નથી ઇચ્છતા તો તેમાં પાંચ ગ્રામ તુલસીના પાંદડાંનો રસ મિક્સ કરીને પણ તેનું સેવન કરી શકો છો.
– ગળામાં સોજાની મુશ્કેલીઓને દૂર કરવા માટે, સુકા કારેલાને દળીને વિનેગરમાં મિક્સ કરો, તેને હળવું ગરમ કરીને, ગળા પર લેપ કરવાથી સોજામાં રાહત મળે છે.
– વધારે બોલવા અથવા બૂમો પાડવાથી મોટાભાગે ગળુ બેસી જવાની મુશ્કેલી થઇ જાય છે, તેનાથી છૂટકારો મેળવવા માટે પાંચ ગ્રામ કારેલાના રૂટ્સને દળીને, મધ અથવા તુલસીના રસમાં મિક્સ કરીને તેનું સેવન કરવું જોઇએ.
– કોલેરાની સમસ્યામાં કારેલાના રૂટ્સનું સેવન કરવાથી રાહત મળે છે. તેના માટે વીસ ગ્રામ કારેલાના રૂટ્સ લઇને તેનો ઉકાળો બનાઓ. તેમાં તલનું તેલ મિક્સ કરીને સેવન કરો.
– પેટમાં પાણી ભરાઇ જવાની પરિસ્થિતિમાં દસથી પંદર મિલીગ્રામ કારેલાના પાંદડાંને દળીને તેનો રસ નિકાળો, મધ મિક્સ કરીને પીવાથી આરામ મળે છે.
– માસિક ધર્મ વિકારમાં પણ કારેલાનું સેવન ફાયદો કરે છે. તેના માટે દસ-પંદર કારેલાના પાંદડાંનો રસ નિકાળીને તેમાં બ્લેક પેપરના દાણા દળીને મિક્સ કરો, આ સાથે જ તેમાં અડધી ચમચી પીપળાનું ચૂર્ણ અને એક ગ્રામ સૂંઠ મિક્સ કરીને પીવાથી ફાયદો થશે.
– ઘણીવાર પ્રસૂતિ બાદ દૂધ ન બનવાની મુશ્કેલી થાય છે.. એવામાં કારેલાના આઠ-દસ પાંદડાંને પાણીમાં ઉકાળો, આ પાણીને ગાળીને હુંફાળુ રહી જવા પર પ્રસૂતાને આપવા પર દૂધ બનવાની પ્રક્રિયા ઝડપી બનશે..
– દાદર થવાની સ્થિતિમાં કારેલાના પાંદડાંને દળીને તેનો રસ કાઢો અને દાદરવાળી જગ્યા પર લગાવવાથી ફાયદો થાય છે.
– વાયરલ ફીવર આવવા પર કારેલાનો જ્યુસ કાઢીને તેમાં જીરાનું ચૂર્ણ મિક્સ કરીને પીવાથી ફાયદો થશે.
– તળીયાની બળતરામાં પણ કારેલાનાં પાંદડાંનો રસ આરામ આપે છે. તેના માટે પાંદડાંને દળીને તેનો રસ કાઢીને તળિયા પર લગાઓ.