સામાજિક જવાબદારી નિભાવી રહેલી મહિલાઓ ઘરેલું હિંસા સામે જાગ્રત બને
દહેગામમાં આવેલી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે મહિલાઓને સામાજિક જવાબદારી નિભાવવાની સાથે ઘરેલું હિંસા સામે પણ જાગૃત બનવા અપીલ કરાઈ હતી વિશ્વ મહિલા દિવસની ઉજવણી અંતર્ગત દહેગામમા આ કાર્યક્રમનુ આયોજન કરાયુ હતુ.
વિશ્વ મહિલા દિવસની ઉજવણી અંતર્ગત જિલ્લા પંચાયત ગાંધીનગર આયુષ એન્ડ હેલ્થ વેલનેસ સેન્ટરના ટ્રેનર બીપીનભાઈ જેઠવા અને અસ્મિતાબેન પટેલે બહેનોને તંદુરસ્તીની જાળવણી અંગે યોગ તાલીમનું જરૂરી માર્ગદર્શન આપ્યું હતું . આ ઉપરાંત રોજિંદા જીવનમાં જંકફૂડનું પ્રમાણ ઘટાડવા અનુરોધ કર્યો હતો. દહેગામ કોલેજ ડબ્લ્યુ.ડી.સી દ્વારા બહેનોના જાતીયતાના પ્રશ્નો સંદર્ભે આશીર્વાદ આઈ હોસ્પિટલના ગાયનેક ડોક્ટર પ્રિયંકાબહેને વિદ્યાર્થિનીઓ સાથે સાથે વાર્તાલાપ કરી જાતીયતાના રોગો દૂર કરવા જરૂરી સૂચનો કર્યા હતા ઉપરાંત શારીરિક તંદુરસ્તી જાળવવા યોગ્ય પોષક આહાર લેવા સૂચન કર્યું હતુ.
આ પ્રસંગે સંસ્થાના વડા પ્રિન્સિપાલ ડો .હિતેશભાઈ ભટ્ટે વિદ્યાર્થીનીઓને સલાહ-સૂચનનો અમલ કરવાની સાથે સામાજિક જવાબદારી નિભાવવાની અને ઘરેલું હિંસા સામે મહિલાઓ જાગૃત બની અવાજ બુલંદ કરે તેવું સુચન કર્યું હતું . મહિલા દિવસે મહિલાઓ સાચા અર્થમાં સ્ત્રી શક્તિ બની રહે તેવી લાગણી વ્યક્ત કરી મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. આ રીતે દહેગામની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરાઈ હતી.