ગાંધીનગર

ગાંધીનગર જિલ્લામાં શિવરાત્રીના મેળા નહીં યોજાય

ગાંધીનગર :

ગત માર્ચ ર૦૨૦થી શરૃ થયેલો કોરોનાકાળ હજુ ચાલી રહયો છે ત્યારે આ વર્ષે પણ વિવિધ મેળાવડાઓ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આગામી તા.૧૧ માર્ચે શિવરાત્રી છે ત્યારે ગાંધીનગર જિલ્લામાં પણ  કયાંય મંદિરોમાં મેળા યોજી શકાશે નહીં. જે અંગે ગત તા.૧ માર્ચે જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કેન્દ્ર સરકારની કોરોના ગાઈડલાઈન મુજબ જાહેરનામું પ્રસિધ્ધ કરી દેવાયું છે તેમ નિવાસી અધિક કલેકટરે જણાવ્યું હતું.

રાજયમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ પૂર્ણ થઈ ગયા બાદ ધીમેધીમે હવે કોરોનાનું સંક્રમણ વધી રહયું છે જેના કારણે કોરોના સંબંધિત વિવિધ જાહેરનામાંઓનું પણ કડકપણે પાલન કરવામાં આવી રહયું છે. જેના પગલે વિવિધ તહેવારોમાં પણ પ્રતિબંધાત્મક આદેશો જારી કરવામાં આવ્યા છે. રાજયમાં શિવરાત્રી દરમ્યાન સૌથી મોટો મેળો જુનાગઢમાં યોજાતો હોય છે ત્યારે આ વર્ષે કોરોનાની ગાઈડલાઈનના અનુસંધાને મર્યાદિત સાધુસંતોની હાજરીમાં આ મેળો પૂર્ણ કરવા નક્કી કરાયું છે. તો ગાંધીનગર જિલ્લામાં પણ શિવરાત્રી દરમ્યાન વાસણીયા મહાદેવ, ધોળેશ્વર મહાદેવ, ગાંધીનગરના પંચદેવ મંદિરે મોટા મેળા યોજાતા હોય છે અને હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડતાં હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે જાહેર સ્થળોએ ભીડ એકઠી નહીં કરવા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે ત્યારે ગાંધીનગર જિલ્લામાં પણ શિવરાત્રી દરમ્યાન એકપણ સ્થળોએ મેળા યોજી શકાશે નહીં આ અંગે ગાંધીનગરના નિવાસી અધિક કલેકટર એચ.એમ.જાડેજાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ તા.૧ માર્ચે જાહેરનામું પ્રસિધ્ધ કરી દેવાયું છે. જે અંતર્ગત કોઈપણ સ્થળોએ મેળા યોજી શકાશે નહીં જેમાં શિવરાત્રીના મેળાનો પણ સમાવેશ થઈ જાય છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x