ગાંધીનગરગુજરાત

કોરોનાના કેસ વધતાં ખાનગી હોસ્પિટલોમાં દર્દીની સંખ્યા થઈ બમણી

ગાંધીનગરઃ
છેલ્લા 10 દિવસથી શહેરમાં કોરોનાના કેસ વધ્યાં છે. 1થી 8 માર્ચ દરમિયાન સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દાખલ થતાં કોરોનાના દર્દીની સંખ્યા લગભગ બમણી થઈ છે. 1 માર્ચે દર્દીની સંખ્યા 159 હતી જે વધીને 8 માર્ચે 298એ પહોંચી છે. સિવિલમાં એક અઠવાડિયામાં જ 65 દર્દીની સંખ્યા 30 ટકા વધી છે. દરમિયાન 1,66,812 સિનિયર સિટીઝન અને કો-મોર્બિડ લોકોએ કોરોનાની વેક્સિનનો પ્રથમ અને બીજો ડોઝ લીધો છે.
સોમવારે શહેરમાં 12809 સિનિયર સિટિઝને કોરોનાની રસી મુકાવી હતી. વેક્સિન લેનારમાં 9741 પુરૂષ, 8307 મહિલાનો સમાવેશ થાય છે.
આહ્નાના પ્રેસિડેન્ટ ડો. ભરત ગઢવી જણાવે છે કે, 10 દિવસથી કોરોનાના કેસ વધતાં આહ્ના સાથે સંકળાયેલી હોસ્પિટલોમાં કોરોની સારવાર માટે દાખલ થતાં દર્દીની સંખ્યા ઉત્તરોત્તર વધી રહી છે.
શહેરના અનેક વિસ્તારમાં કોરોનાના કેસ ધીરે ધીરે વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં નવા 126 કેસ નોંધાયા હતા અને 1 દર્દીનું મોત થયું હતું. જ્યારે લાંબા સમય પછી 9 વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મૂકવામાં આવ્યા છે.
થલતેજના ઈન્દ્રપ્રસ્થ-8માં 44 ઘરને કન્ટેઈનમેન્ટમાં મુકાયા છે. આ ઘરોમાં લગભગ 150 લોકો રહે છે. આ ઉપરાંત થલતેજના આદિત્ય બંગલોઝમાં પણ 17 મકાનને કન્ટેઈનમેન્ટમાં મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત મણિનગર, ઘોડાસર, ખોખરા, નારણપુરા, સરખેજ, બોપલમાં પણ કન્ટેઈનમેન્ટ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x