આરોગ્યગાંધીનગરગુજરાત

ગુજરાતમાં કોરોના કહેર : આજે નોંધાયલા કેસોનો આંકડો ચિંતાજનક

ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ માથું ઊંચક્યું છે. એટલું જ નહીં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના 715 કેસો સામે આવ્યા છે. તો 495 દર્દીઓ સાજા થયા છે. આજે કુલ 1,49,640 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં અત્યાર સુધી 2,68,196 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોનાની સામે સાજા થવાનો દર 96.95 ટકા છે.

અત્યાર સુધી રાજ્યમાં કુલ 18,38,382 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 4,61,434 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 1,10,130 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં અત્યાર સુધી આ રસીના કારણે એક પણ વ્યક્તિને ગંભીર આડઅસર જોવા મળી નથી. તો વધતા કોરોના કેસોની વચ્ચે સારા સમાચાર એ છે કે રાજ્યમાં ભાવનગર, બોટાદ, ડાંગ, પોરબંદર અને સુરેન્દ્રનગર એમ કુલ 05 જિલ્લાઓમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.

રાજ્યમાં કોરોનાના કારણે આજે વધુ 2 દર્દીઓના થયા મોત થયા છે. તો આજે વધુ 495 દર્દી સાજા થયા છે. અમદાવાદ અને સુરતમાં 1 – 1 દર્દીનાં થયા મોત થયા છે. કોરોનાના કેસોની વાત કરીએ તો સુરતમાં 196 કેસ, એકનું મોત, અમદાવાદમાં 145 કેસ, એકનું મોત, વડોદરામાં 117, રાજકોટમાં 69, ભાવનગરમાં 20 કેસ, ગાંધીનગરમાં 18, જામનગર – જૂનાગઢમાં 9 – 9 કેસ, ભરૂચમાં 14, કચ્છમાં 13, ખેડામાં 12 કેસ, મહેસાણા – પંચમહાલમાં 12 – 12, આણંદમાં 9 કેસ, મોરબી – પાટણમાં 8 – 8 અને સાબરકાંઠામાં 6 કેસ નોંધાય છે.

આ ઉપરાંત બનાસકાંઠામાં 3, નવસારીમાં 3, છોટાઉદેપુરમાં 2, તાપી 2, જામનગરમાં 2, વલસાડમાં 2, દાહોદમાં 1 અને દેવભૂમિ દ્વારકામાં કોરોનાનો 1 કેસ નોંધાયા છે. કોરોનાના વધતા સંક્રમણને લીધી તકેદારી રાખવી જરૂરી છે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન, માસ્ક ફરજિયાત પહેરવું વગેરે નિર્દેશોનું પાલન કરવું અનિવાર્ય છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x