રમતગમત

ધવનની ધીમી બેટિંગે દબાણ બનાવ્યું, ટોપ-7માં 6 બેટ્સમેનોની સ્ટ્રાઇક રેટ 100થી ઓછી

ઇંગ્લેન્ડે પાંચ T-20 મેચ શ્રેણીની પ્રથમ મેચમાં ટીમ ઇન્ડિયાને 8 વિકેટે માત આપી. ટોસથી લઈને મેચ સમાપ્ત થઈ ત્યાં સુધી કંઈપણ ભારતીય ટીમના પક્ષમાં રહ્યું નહીં. ટીમ ઇન્ડિયા પ્રથમ બેટિંગ કરતાં ઇંગ્લેન્ડને ચેલેંજિંગ ટાર્ગેટ ન આપી શકે. એ પછી આપણા બોલર્સ 124 રન ડિફેન્ડ કરવામાં સફળ ન રહ્યા. કપ્તાન વિરાટ કોહલીએ કહ્યું હતું કે ટીમે ખરાબ બેટિંગ કરી અને અમારે એની કિંમત ચૂકવવી પડી. ​​​​​​ચાલો, જાણીએ આ મેચમાં ભારતની હારનાં ટોપ-5 કારણ શું છે?

1. બહુ ધીમી શરૂઆત
ટોસ ગુમાવ્યા પછી પ્રથમ બેટિંગ કરતાં ભારતીય ટીમની શરૂઆત બહુ ધીમી રહી. પ્રથમ બે ઓવરમાં માત્ર બે રન બનાવ્યા. શિખર ધવન બોલ ટાઇમ કરી શકતો નહોતો. દબાણમાં લોકેશ રાહુલ અને પછી વિરાટ કોહલી પણ આઉટ થઈ ગયા. ધવને 12 બોલમાં માત્ર 4 રન કર્યા. ભારતીય ટીમ પાવરપ્લેમાં 6 ઓવરમાં 3 વિકેટ ગુમાવી માત્ર 22 રન બનાવી શકી હતી.

2. ઇંગ્લેન્ડની સ્માર્ટ રણનીતિ
ઇંગ્લેન્ડે મેચની પહેલી ઓવર આદિલ રાશિદને આપી. એવું લાગ્યું કે ભારતીય બેટ્સમેન ફાસ્ટ બોલરની રાહ જોઈ રહ્યા હતા અને સ્પિનનો સામનો કરવા તૈયાર નહોતા. રાશિદે પહેલી ઓવરમાં માત્ર 2 રન આપ્યા. તેણે મેચની ત્રીજી ઓવરમાં પણ સારી બોલિંગ કરતાં માત્ર 5 રન આપ્યા, આમ, પાવરપ્લેમાં બે ઓવર નાખી અને 7 રન આપીને વિરાટ કોહલીની વિકેટ ઝડપી.

3. આખી ઇનિંગ્સમાં મોમેન્ટમ ન બન્યું
પાવર પ્લેમાં ઘણા જ નબળા પ્રદર્શન પછી ભારતીય ઇનિંગ્સ લાંબા સમય સુધી મોમેન્ટમ પ્રાપ્ત ન કરી શકી. માર્ક વૂડે નિયમિત રીતે 140 કિલોમીટરથી વધુની સ્પીડથી બોલિંગ કરી. જોફરા આર્ચર, ક્રિસ જોર્ડન અને બેન સ્ટોક્સે પણ સતત દબાણ બનાવી રાખ્યું. 14મી ઓવરની સમાપ્તિ સુધી ભારતની 4 વિકેટે માત્ર 71 રન જ હતા. એ બાદ શ્રેયસ અય્યર અને પંડયાએ ભારતને 100 રનની પાર પહોચાડ્યું, પરંતુ એ બાદ પંડ્યા અને શાર્દૂલ ઠાકુર સતત બે બોલમાં આઉટ થઈ ગયા

વિરાટ કોહલી પણ આઉટ થઈ ગયા. ધવને 12 બોલમાં માત્ર 4 રન કર્યા. ભારતીય ટીમ પાવરપ્લેમાં 6 ઓવરમાં 3 વિકેટ ગુમાવી માત્ર 22 રન બનાવી શકી હતી.

4. માત્ર ઐયર જ 25 વધુ રન બનાવી શક્યો
ભારતીય ઈનિંગમાં માત્ર શ્રેયસ ઐયર જ સારું પ્રદર્શન કરી શક્યો. અન્ય કોઈપણ બેટ્સમેન 25 રનના આંકડાને પાર ન કરી શક્યો. ઋષભ પંતે 21 અને હાર્દિક પંડ્યાએ 19 રન બનાવ્યા, પરંતુ તેમની સ્ટ્રાઈક રેટ પણ 100થી નીચે રહી. જ્યારે એકસાથે આટલા બધા બેટ્સમેન ફ્લોપ થઈ જાય તો ટીમનો મોટો સ્કોર ક્યાંથી બને. ભારતના ટોપ-7 બેટ્સમેનમાંથી 6ની સ્ટ્રાઈક રેટ 100થી નીચે જ રહી.

5. શરૂઆતની ઓવરમાં ન મળી સફળતા
124 રનના નજીવો સ્કોર બનાવ્યા બાદ ભારત મેચમાં ત્યારે જ પરત ફરી શકત, જો જ્યારે ઈંગ્લેન્ડની શરૂઆત પણ ખરાબ રહી હોત, પરંતુ એવું ન થયું. ઈંગ્લેન્ડના ઓપનર્સે 72 રનની પાર્ટનરશિપ કરી ભારતને મેચમાંથી પૂરી રીતે બહાર કરી દીધું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x