મધ્યાહન ભોજના કર્મીઓની વેતન વધારાની માંગ કરાઈ
મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓને કારમી મોંઘવારીમાં પણ માસિક નજીવું વેતન આપીને અન્યાય કરવામાં આવી રહ્યો છે. માસિક નજીવા વેતનને પગલે આર્થિક સ્થિતિ કફોડી બની રહી હોવાનો આક્ષેપ મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓએ કર્યો છે. સરકાર દ્વારા મધ્યાહન ભોજનના કર્મચારીઓના વેતનમાં વધારો કર્યો નહી. પરંતુ ભોજન અને નાસ્તાના બે મેનુ બનાવીને કામગીરીમાં વધારો કર્યો છે.
કારમી મોંઘવારીમાં પણ મધ્યાહન ભોજનના કર્મચારીઓને સંચાલકને રૂપિયા 1600, રસોઇયાને 1400 અને 500 જ્યારે મદદનીશને રૂપિયા 1400, 500 અને રૂપિયા 300 એમ માનદ વેતન આપવામાં આવે છે. આથી વેતન વધારાની માંગણી સાથે મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓએ મુખ્યમંત્રીને રજુઆત કરી છે. જોકે મંજુરી લીધી નહી હોવાથી પોલીસે 60 જેટલા કર્મચારીઓની અટકાયત કરી હતી.