ગુજરાત

વાંકાનેર નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખના નામની જાહેરાત થાય તે પહેલા જ ભાજપમાં ભડકો.

વાંકાનેર :
વાંકાનેર (wankaner) નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખના નામની જાહેરાત થતા પહેલા જ ભાજપમાં ભડકો થયો હતો. પ્રમુખ ઉપપ્રમુખના નામની જાહેરાત થાય તે પહેલાં રાજીનામાંનો દોર રહ્યો હતો. વાંકાનેર (wankaner) પાલિકાના ચૂંટાયેલા ભાજપના 16 સભ્યોએ રાજીનામાં આપ્યા હતા. સર્વ સમંતિથી પ્રમુખ અને ઉપપ્રમુખના નામ નક્કી કરવામાં આવેલ હતા.
પરંતુ પક્ષ દ્વારા જે નામ જાહેર કરવામાં આવે તેને પ્રમુખ ઉપપ્રમુખ બનાવવામાં આવશે તેમ કહી નામ જાહેર નહીં કરતા સભ્યો નારાજ થયા હતા. ભાજપના ચૂંટાયેલા 20 સભ્યોમાંથી 16 સભ્યોએ રાજીનામાં આપ્યા હતા. વાંકાનેર શહેર ભાજપ પ્રમુખે જિલ્લા ભાજપ પ્રમુખને પત્ર લખી યોગ્ય કાર્યવાહી કરવા રજુઆત કરી હતી. જિલ્લા પ્રમુખે પોતાને આવો કોઈ પત્ર મળ્યો હોવાનો ઇનકાર કર્યો હતો

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x