ગુજરાત

સુરત : બહારથી આવતાં લોકોએ સાત દિવસ ક્વોરન્ટાઈન રહેવું પડશે

સુરત :

સુરતમાં અમદાવાદ કરતા પણ વધુ કેસો નોંધાયા છે. જેથી હવે સુરત (Surat) મહાનગરપાલિકા આકરા નિર્ણયો લઈ રહ્યું છે. કોરોનાના કેસોને કન્ટ્રોલ કરવા માટે સુરતનું તંત્ર દોડતુ થયું છે. આ વચ્ચે એક મોટો નિર્ણય લેવાયો છે. જે મુજબ, સુરતમાં હવે બહારથી આવતા લોકોએ સાત દિવસ ક્વોરેન્ટાઈન રહેવુ પડશે અને જો તેમનામાં લક્ષણો દેખાશે તો ફરજિયાત ટેસ્ટ કરાવવો પડશે. ઉલ્લેખનીય છે, ગુજરાત (gujarat corona update) માં એકમાત્ર સુરત એવુ શહેર છે, જ્યાં કોરોના યુકે અને આફ્રિકન બંને સ્ટ્રેઈન જોવા મળ્યા છે.

સુરતમાં કોરોનાના કેસોના રાફડો ફાટતા ગુજરાત સરકારે (gujarat government) તાત્કાલિક બેઠક બોલાવી હતી. આ ઓનલાઈન બેઠકમાં સુરત મનપાના કમિશનર બંછાનિધિ પાની જોડાયા હતા. જેમાં તેમણે મુખ્યમંત્રીને સુરતની સ્થિતિ અંગે માહિતી આપી હતી. સાથે જ કોરોના રોકવાની કામગીરી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. તો બીજી તરફ, આજે સુરત મનપા કમિશનરે કાપડ બજારની મુલાકાત લીધી હતી. જેમાં તેમણે ટેસ્ટિંગ અને વેક્સીનેશન સેન્ટરની પણ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમણે કહ્યું કે, સુરતના લોકો સાવચેતી રાખે તે હાલ બહુ જ જરૂરી છે. સ્કૂલ-કોલેજ, બાગ-બગીચા બંધ કરાવ્યા છે. કાપડ માર્કેટ, હીરા બજારમાં સંક્રમણ વધ્યું છે. તેથી તંત્ર દ્વારા નિર્ણય લેવાયો કે, સુરતમા બહારથી આવતાં લોકોએ સાત દિવસ ક્વોરન્ટાઈન (quarantine) રહેવું પડશે. જો લક્ષણો દેખાય તો ફરજિયાત ટેસ્ટ કરાવવો પડશે. સુરતમાં અત્યાર સુધી 6 લોકોમાં યુકે અને આફ્રિકન સ્ટેઇન મળ્યો છે. તેથી વધુ સાવચેતીની જરૂર છે.

બીજી તરફ, સુરતમાં કોરોના ટેસ્ટ (corona case) ની સંખ્યામાં વધારો કરાયો છે. ટેસ્ટની સંખ્યા આઠ હજારથી વધારીને 16 હજાર કરવામાં આવી છે. તેમજ હવે બહારથી આવનાર લોકોની ટ્રાવેલ હિસ્ટ્રી હશે તો સાત દિવસ ક્વોરન્ટાઈન રહેવું પડશે. ક્વોરન્ટાઈન નહિ રહે તો પોલીસ ફરિયાદ પણ થશે. તેમજ નિયમોનું ઉલ્લંઘન થશે તો દંડ વસૂલવામાં આવશે તેવુ તંત્ર દ્વારા કહી દેવામાં આવ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x