ગાંધીનગરગુજરાત

રાજ્યમાં કોરોનાના પ્રકોપને રોકવા આજે કેબિનેટમાં લેવાઇ શકે છે મોટા નિર્ણયો

ગાંધીનગર :

રાજ્યમાં વધી રહેલા કોરોનાના સંક્રમણને રોકવા માટે આજે રાજ્ય સરકારની કેબિનેટની બેઠક મળશે. આ બેઠકમાં કોરોનાના સંક્રમણને રોકવા માટેની ચર્ચાઓ કરાશે. જેમાં હોસ્પિટલોમાં દર્દીઓ માટેના બેડ અંગેની સમીક્ષા કરાશે. તે ઉપરાંત કોરોનાને કાબુમાં લેવા માટે કેન્દ્રની ગાઈડ લાઈન મુજબ આપેલી છુટછાટો પાછી ખેંચવા અંગેના નિર્ણયો લેવાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. લોકો કોરોનાના નિયમો પાળે તેમજ માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે તે માટે આકરા પગલાં લેવા માટે પણ કેબિનેટની બેઠકમાં ચર્ચાઓ થશે. કોરોનાના વધતા કેસોને લઈને માસ્ક વિના નીકળતા લોકોને દંડ કરવા માટેના કડક પગલાં લેવા માટેનો પણ નિર્ણય લેવાઈ શકે છે. તે ઉપરાંત આગામી દિવસોમાં આવનારા તહેવારોની ઉજવણીમાં પણ સરકાર રોક લગાવી શકે છે. ફાર્મ હાઉસ તથા પાર્ટી પ્લોટમાં હોળી રમવા પર રાજ્ય સરકાર રોક લગાવી શકે છે. તેમજ તહેવારોની ધાર્મિક વિધિમાં છુટછાટ આપી શકે છે. સરકાર સંક્રમણને ધ્યાને રાખીને તહેવારો તથા ઉજવણીઓ માટે ફરીથી ગાઈડલાઈન જાહેર કરી શકે છે. અમદાવાદની બે નામાંકિત ક્લબોએ પણ ધુળેટીની ઉજવણી નહીં કરવાની અપીલ કરી છે. તે ઉપરાંત શાળા કોલેજોની પરીક્ષા અંગે પણ સરકાર નિર્ણય લઈ શકે છે.

શહેરમાં કોરોના સંક્રમણ વધતાં મ્યુનિ.એ દિવસે પણ કોરોનાની ગાઇડલાઇનનું પાલન થાય તે માટે વિશેષ વ્યવસ્થા ગોઠવી છે. સોલિડ વેસ્ટ વિભાગના 225 સભ્યોની ટીમ દ્વારા તપાસ અભિયાન હાથ ધરાશે. જેમાં હોટલ, મોલ, મલ્ટિપ્લેકસમાં પણ કોરોના ગાઇડલાઇનનું પાલન થાય છે કે કેમ તેની તપાસ કરાશે. લગ્ન અને મરણપ્રસંગમાં પણ કોરોના ગાઇડલાઇનનું પાલન કરાવવા માટે મ્યુુનિ. ટીમ સમજાવશે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના ડાયરેક્ટર હર્ષદરાય સોલંકીએ જણાવ્યું કે, વિભાગની 225 ટીમ અલગ અલગ મોલ, મલ્ટિપ્લેક્સ, હોટેલ, રેસ્ટોરાં પર નજર રાખશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x