28 માર્ચે હોળિકા દહન; હોળીનું પ્રાગટ્ય અને મહિમા, આ પર્વ જીવનમાંથી નકારાત્મકવૃત્તિનો નાશ કરવાના હેતુ ઊજવવામાં આવે છે
હોળી ફાગણ સુદ પૂનમના દિવસે આવે છે. આ વર્ષે આ પર્વ 28 માર્ચ, રવિવારના રોજ ઊજવાશે. તેના અગાઉના આઠ દિવસની ગણતરી એટલે કે 21 માર્ચ, રવિવારના રોજ હોળાસ્ટક શરૂ થઇ જશે. એક ધાર્મિક વાયકા અને ક્યાંક માન્યતા મુજબ ફાગણ સુદ આઠમના દિવસે વિષ્ણુજીએ ભક્ત પ્રહલાદને તેના પિતા અસુરરાજ હિરણ્યકશપે, વિષ્ણુ ભક્તિ કરવાથી તેને કેદ કરી અસહ્ય પીડા આપી હોવાનું ધાર્મિક કથન છે આ દિવસો દરમિયાન ભક્ત પ્રહલાદ પર અનેક પ્રકારે તકલીફ આપી હતી. હોળીનો મહિમા અને પ્રાગટય પૂજન અંગે સંપૂર્ણ જાણકારી જ્યોતિષાચાર્ય ડો. હેમીલ લાઠીયા દ્વારા આપવામાં આવી રહી છે.
હોળી પ્રાગટ્ય અને મહિમાઃ-
અસુરરાજ હિરણ્યકશ્યના બહેન હોલિકાને વરદાનમાં વસ્ત્ર મળેલ કે જેને ઓઢવાથી તેને અભેદ્ય સુરક્ષા કવચ પ્રદાન કરે જે આગ, અસ્ત્ર, શત્રુ, આફત સામે રક્ષણ મળે, આ વરદાનનો લાભ અસુરરાજ હિરણ્યકશ્યપે લીધો, તેને જોયું કે અસય ત્રાસ આપવા છતાં પ્રહલાદ વિષ્ણુ ભક્તિ છોડી નહીં અને તેના કારણે તેની હત્યા કરવાનો નિર્ણય લીધો, જેમાં લાકડાના ઠગલા ઉપર હોલિકા વરદાનરૂપી વસ્ત્ર ઓઢી અને પ્રહલાદને ખોળામાં બેસાડી સળગાવી દેવો પરંતુ હોળીની જ્વાળા પવનના વેગથી હોલિકાનું વરદાનરૂપી વસ્ત્ર ઉડી ગયું, અને હોલિકા ભસ્મ થઈ અને પ્રહલાદનો બચાવ થયો જેના કારણે હોળી પ્રાગટ્ય મનાવવામાં આવે છે.
અસુરરાજ હિરણ્યકશ્યપની બહેન હોલિકાના દહનથી નકારાત્મક વૃત્તિ નાશ થઈ જેના કારણે માનવ પોતાનામાં રહેલા અવગુણ, અહમ, અનાદરવૃત્તિ, ઈર્ષા, વેર, વગેરે જેવી નકારાત્મકવૃત્તિનો જીવનમાંથી નાશ થાય અને જીવન કલેશમુક્ત થાય તે હેતુથી હોળી પ્રાગટ્ય કરવાનો એક મહિમા પણ છે.
હોળી ક્યારે પ્રગટાવામાં આવે છે?
હોળી ફાગણ સુદ પૂનમ (15)ની સાંજે ભદ્રા રહિત કરણમાં પ્રદોષકાળમાં પ્રગટાવવામાં આવે તેવું શાસ્ત્રોકત મત છે.
હોળાસ્ટક પ્રારંભઃ-
તા. 21/૦3/2021 રવિવાર( સાતમ તિથિ સવારે 7:10 સુધી પછી આઠમ તિથિ છે)
સમયઃ– સવારે 7:11
હોળી પ્રાગટય પૂજનઃ-
તા. 28/03/2021 રવિવાર સાંજે 6:50 થી 7:35 (વિષ્ટી/ ભદ્રા સમાપ્ત 13:54)
હોળીની જ્વાળાની દિશા દ્વારા શુભ-અશુભ ફળઃ-
સામાન્ય રીતે હોળીનું પૂજન કંકુ, ચોખા કોઈ પ્રસાદી રૂપી વસ્તુ હોળી જ્વાળામાં પૂજન અર્થે મુકાય છે અને જલધારા વડે પ્રદાક્ષિણા ફરાય છે. હોળી પ્રાગટ્ય ભદ્રા રહિત કરણમાં કરાય ભદ્રા એટલે વિષ્ટિ, જો ભદ્રાના સમયમાં પ્રાગટ્ય થાય તો તે પ્રાંત માટે અશુભ ફળ મળે તેવુ પણ જાણવા મળે છે.
હોળીની જ્વાળા કઇ દિશા તરફ જાય છે કે ઉપર આકાશ તરફ જાય છે તે મુજબ તેના ફળ મળતા હોય છે, જેમકે પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય વગેરે પરથી શુભાશુભ બાબત તે વર્ષ પૂરતું જણાતું હોય છે. જેમાં ગરમી, વરસાદ, દુકાળ, પૂર, રોગચાળો, મોંઘવારી, દુર્ઘટના, શુભાશુભ બનાવો જેતે પ્રાંત/વિસ્તાર બાબતે કેટલાક લોકો વરતારો કાઢતા હોય છે. હોળી અંગે ઘણા પ્રાંતમાં અલગ મહિમા પણ કેટલીક પ્રથા/માન્યતા મુજબ જોવા મળે છે.