ગુજરાત

સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે 42મી રાષ્ટ્રીય મહિલા ફૂટબોલ સ્પર્ધા યોજાશે

વડોદરા :

નર્મદા જિલ્લામાકેવડિયા કોલોની ખાતે નિર્માણ પામેલ “સ્ટેચ્યુ ઓફ યુનિટી” વિશ્વના નકશા પર આજે વૈશ્વિક પર્યટન ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે. જે ભારતના સપૂત લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપવા માટે આકાર પામ્યું છે. અહીં ભારતની એકતાના દર્શન થઈ શકે તેવું આયોજન થવા જઈ રહ્યું છે.

વુમનસ ફુટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા, ખાતે 42મા સિનિયર નેશનલ વુમન્સ ફુટબોલ ચેમ્પિયનશીપનુ આયોજન તા. 21 થી તા. 26 માર્ચ દરમ્યાન થવાનું  છે. જેમાં 28 રાજ્ય અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશની ફૂટબોલ મહિલા ટીમ ઉપસ્થિત રહેશે. આ ચેમ્પિયનશિપ નું તારીખ૨૧ ની  સાંજે ૫ કલાકે એસ આર પી પરેડ ગ્રાઉન્ડ કેવડિયા ખાતેઉદ્ઘાટન થશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x