ગાંધીનગર

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર, ૧૮ એપ્રિલે મતદાન.

ગાંધીનગર :

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી 18 એપ્રિલના દિવસે યોજાશે. આ ચૂંટણીનું પરિણામ 20 એપ્રિલના દિવસે આવશે.

1 એપ્રિલે ઉમેદવારો ફોર્મ ભરી શકશે, ફોર્મની ચકાસણી 3 એપ્રિલના રોજ યોજાશે. મતદાન 18 એપ્રિલ રવિવારે યાજાશે. પુનઃ મતદાન 19 એપ્રિલ 2021ના રોજ યાજાશે. મતગણતરી 20 એપ્રિલના રોજ યોજાશે.

ગાંધીનગર મહાનગરપાલકાની ચૂંટણીને લઈને આચાર સંહિતાનો આજથી અમલ થશે. સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન થઈ શકશે. 284 મતદાન મથકો પર ગાંધીનગર મનપાની ચૂંટણી યોજાશે. 27 સંવેદનશીલ અને 34 મતદાન મથકો અતી સંવેદનશીલ મતદાન મથકો રહેશે. કોરોના સંક્રમણને રોકવા માટે તમામ પગલાઓ લેવામાં આવશે.

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચુંટણી પૂર્ણ થયા બાદ ગાંધીનગર મનપા ની ટર્મ 5 મે પૂર્ણ થઈ રહી છે. ત્યારે ગાંધીનગર મનપા ના 11 વોર્ડની 44 બેઠકો પર ચુંટણી પંચ દ્વારા ચુંટણીની જાહેરાત કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે 18 એપ્રિલના રોજ ગાંધીનગર મનપાની ચુંટણી યોજાશે. જેની મતગણતરી 20 એપ્રિલના રોજ કરવામાં આવશે. ગાંધીનગર મહાનગરપાલકાની ચૂંટણીનું પરિણામ 20 એપ્રિલના દિવસે આવશે.

સ્થાનિક સ્વરાજની ચુંટણી પૂર્ણ થયા બાદ રાજ્ય ચુંટણી પંચ દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે . ત્યારે ગાંધીનગર મનપાની મુદત 5 મેના રોજ પૂર્ણ થઈ રહી છે. રાજ્ય ચુંટણી પંચ દ્વારા 18 એપ્રિલના રોજ ગાંધીનગર મનપાની ચૂંટણી જાહેર કરવામાં આવી છે.

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર વચ્ચે વધુ એક ચૂંટણી યોજાઈ રહી છે. મહાનગરોમાં કર્ફ્યૂ અને વેપાર-ધંધા બંધ થવાથી લોકોમાં રોષ છે. તો વધુ એક આશ્ચર્યજનક નિર્ણય સામે આવ્યો છે. 21મી ફેબ્રુઆરીએ 6 મહાપાલિકાનું મતદાન યોજાયું હતું. મનપાની ચૂંટણીના પરિણામ 23મી ફેબ્રુઆરીએ જાહેર થયું હતું. જે બાદ કોરોનાના કેસમાં પણ વધારો થયો હતો. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાયા બાદ કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x