કોઈ લોકડાઉન થવાનું નથી : મુખ્યમંત્રી વિજય રૂપાણી
અમદાવાદ અને સુરત સહિત રાજ્યભરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. આ વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શનિવારે ફરીથી પત્રકાર પરિષદમાં જાહેરાત કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં કોઈ લોકડાઉન લાગું થવાનું નથી. દિવસ દરમિયાન કોઈ કર્ફ્યૂ પણ લાગૂ કરવામાં આવશે નહીં. લોકોએ ગભરાવવાની જરૂર નથી. સાથે સાથે સાવચેતી રાખવાની જરૂર છે. ગુજરાત બહારથી આવતા તમામ લોકોનું આપણે સ્ક્રીનિંગ કરીએ છીએ. ભાજપે પણ તમામ કાર્યક્રમો સ્થગિત કર્યા છે.
બે દિવસ પહેલા પણ મુખ્યમંત્રી રૂપાણીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, હાલમાં લૉકડાઉન કરવાની કોઈ વાત નથી. સરકારે આઠ મહાનગર પાલિકાઓમાં સ્કૂલ અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. જેને પગલે 10 એપ્રિલ સુધી સ્કૂલ અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ રહેશે.